Western Times News

Gujarati News

બોલીવુડના પ્રખ્યાત ગાયક કે. કે. ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું નિધન

પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું નિધન થયું છે. તે કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા પરંતુ કોન્સર્ટ પછી તેમની તબિયત અચાનક બગડી અને તે ઢળી પડ્યા હતા. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ કેકેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેમની ઉંમર 53 વર્ષ હતી. Bollywood Singer KK passed away shortly after performing at a concert in Kolkata.

ઉલ્લેખનીય છે કે કેકે બોલિવૂડના પ્રખ્‍યાત ગાયક હતા. કેકેએ તેમની કારકિર્દીમાં ૨૦૦ થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્‍યો હતો. તેમના દ્વારા ગવાયેલું દરેક ગીત લોકપ્રિય બન્‍યું. તેણે તુમ મિલે, બચના એ હસીનો, ઓમ શાંતિ ઓમ, જન્નત, વો લમ્‍હે, ગુંડે, ભૂલ ભુલૈયા, હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્‍મોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્‍યો છે. તમને જણાવી દઈએ કે, ૫૩ વર્ષની ઉંમરમાં કેકે દુનિયા છોડી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Watch India Now (@watchindianow)

કેકેનું લાસ્‍ટ સ્‍ટેજ પરફોર્મન્‍સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કોઈને ખબર ન હતી કે આ KKનું છેલ્લું પ્રદર્શન બની જશે. KKના છેલ્લા સ્‍ટેજ પરફોર્મન્‍સનો વીડિયો whatsinthenews નામના ઈન્‍સ્‍ટા હેન્‍ડલ પર શેર કરવામાં આવ્‍યો છે. વીડિયોમાં તમે ગાયકને સ્‍ટેજ પર માઈક સાથે પરફોર્મ કરતા જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Whatsinthenews (@_whatsinthenews)

આ વીડિયોને શેર કરતાં લખ્‍યું છે કે, ‘ગાયક #KK હવે નથી. તેણે આજે સાંજે નઝરુલ મંચ ખાતે કોલેજની એક ઈવેન્‍ટમાં પરફોર્મ કર્યું. ત્‍યાંથી તે ગ્રાન્‍ડ હોટેલમાં ગયો, જ્‍યાં તે અચાનક પડી ગયો. તેને તાત્‍કાલિક સીએમઆરઆઈમાં લઈ જવામાં આવ્‍યો. હોસ્‍પિટલ. ત્‍યાં તેને મળત જાહેર કરવામાં આવ્‍યો. લાશને પીએમ માટે હવે હોસ્‍પિટલમાં મોકલવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.