Western Times News

Gujarati News

“આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ વધુ બે મહિના લંબાવાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ

નગરપાલિકાઓ દ્વારા નગરજનો પાસેથી માળખાકીય સુવિધા-સગવડ માટે લેવામાં આવતા વિવિધ વેરા-કર માં આ રાહતનો લાભ મળશે

 ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રકમ તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને ૭ ટકા વળતરનો લાભ અપાશે
 તા. ૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાને પાંચ ટકા વળતર
 તા. ૩૧-૭-ર૦રર સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર મળશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના જૂન અને જૂલાઇ એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.

Shri Bhupendra Patel decides to extend for a further two months the “Azadi Ka Amrut Mahotsav Incentive Compensation Scheme” which provides relief in the taxes levied by the Municipalities of the State.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા. ૩૦-૬-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૭ ટકા વળતર આપવામાં આવશે. એટલું જ નહિ,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે.

એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મળશે.આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’નો લાભ નગરોના વધુ નાગરિકો લઇ શકે તેવો ઉદાત્ત અભિગમ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે.તદઅનુસાર, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ ની વેરાની રકમ તા. ૧ જુલાઇ-ર૦રર થી તા.૩૧ જુલાઇ-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવાપાત્ર થશે.

આ જ સમયગાળા દરમ્યાન ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.