Western Times News

Gujarati News

ભરૂચ રાયફલ એસોસિયેશન દ્વારા ૫ મી ઓપન શુટિંગ ચેમ્પિયનશિપનું આયોજન

ભરૂચ જીલ્લા રાયફલ એસોસિયેશન દ્વારા ૫ મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરવામાં આવ્યું.

5th Open Shooting Championship organized by Bharuch Rifle Association

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લા રાયફલ એસોસિયેશન પાછલા ૮ વર્ષથી ભરૂચ જીલ્લામાં કાર્યરત છે.ભરૂચ જીલ્લા રાયફલ એસોસિયેન દ્વારા તારીખ ૨ જૂન ૨૦૨૨ થી ૫ જૂન ૨૦૨૨ ૫ મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો.સમગ્ર ગુજરાત ના ૧૩ જીલ્લાઓ માંથી આશરે ૨૫૦ જેટલા શૂટર આ પ્રતિયોગિતા માં ભાગ લઈ રહ્યા છે.જેમાં ૧૦ મીટર એર રાયફલ તેમજ એર પિસ્તોલથી આ ચેમ્પિયશિપ રમાશે.

રેન્જ માં વર્લ્ડ ક્લાસ Walther, Feinwerkbau, Pardini, Morini Pistol જેવા હથિયારોથી આ સ્પર્ધામાં ખેલાડીઓ નિશાન તાકશે.આ ગુજરાત સ્ટેટ લેવલની શૂટિંગ ચેમપિયનશિપના સફળ આયોજન અને આ ચાર દિવસની આ પ્રતિયોગિતા માટે જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશનના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા એ તમામ જીલ્લાના નિશાને બાજને શુભેચ્છાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.