Western Times News

Gujarati News

નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોએ બનાવેલો વિશ્વનો પ્રથમ મ્યુઝિક વીડિયો ‘સુપરસ્ટાર આફ્ટર રિટાયર્મેન્ટ’ પ્રસ્તુત

આ પહેલ બ્રાન્ડના જીવનના લક્ષ્યાંકો પૂરાં કરવા સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે સુસંગત છે

પૂણે, ભારતમાં ખાનગી ક્ષેત્રની જીવન વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફે વર્લ્ડ્સ મ્યુઝિક વીડિયો “સુપરસ્ટાર આફ્ટર રિટાયર્મેન્ટ” પ્રસ્તુત કર્યો હતો, જેને વરિષ્ઠ નાગરિકોએ તેમની રચનાત્મકતા અને તેમના જીવનના લક્ષ્યાંકો પૂર્ણ કરવા બનાવ્યો હતો. Bajaj Allianz Life launches world’s first music video ‘Superstar After Retirement’ created by retired senior citizens

પૂર્વ-બેંકર્સ, પૂર્વ-ઉદ્યોગસાહસિકો, પૂર્વ-શિક્ષકો, પૂર્વ-ઇજનેરો અને અન્ય વ્યવસાયિકો સહિત નિવૃત્તિ વ્યક્તિઓ ગીત અને નૃત્ય જેવી તેમની છૂપાયેલી પ્રતિભાઓને વ્યક્ત કરતા જોવા મળશે તથા સૌથી વધુ ઉત્સાહ અને શોખ સાથે તેમની બીજી ઇનિંગ્સમાં જીવન જીવવાનો પ્રયાસ કરશે.

મોટા ભાગના વ્યક્તિઓ તેમની નાણાકીય સુરક્ષા અને તેમના પરિવારો માટે સ્થિરતા મેળવવા તેમના સ્વપ્નો અને ઇચ્છાઓને કારણે તેમના સ્વપ્નો અને ઇચ્છાઓ અધૂરાં રહી ગઈ હતી.

આ પહેલ પર બજાજ આલિઆન્ઝ લાઇફના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી ચંદ્રમોહન મેહરાએ કહ્યું હતું કે, “જીવનના લક્ષ્યાંકોને સક્ષમ બનાવવાના બ્રાન્ડના ઉદ્દેશ સાથે સુસંગત રીતે અમે સુપરસ્ટાર આફ્ટર રિટાયર્મેન્ટ પહેલ નિવૃત્તિ વરિષ્ઠ નાગરિકોને તેમની અંદર રહેલી પ્રતિભાઓને અનુભવવા તથા સંભવિતતા અને સ્વતંત્રતાની દુનિયાને ચકાસવા પ્રોત્સાહન આપવા લીધી છે.

નિવૃત્તિ પછી આવકના નિયમિત પ્રવાહ દ્વારા નાણાકીય સુરક્ષા પ્રદાન કરીને વ્યક્તિઓને તેમના અગાઉના પૂરાં ન થયેલા શોખ સંતોષવાની સુવિધા આપે છે.”

બજાજ આલિઆન્ઝ લાઇફે સમગ્ર ભારતમાં સુપરસ્ટાર બનીને પોતાની પ્રતિભા દર્શાવવા અને સુપરસ્ટાર બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવા એક ટેલેન્ટ સ્પર્ધા શરૂ કરી હતી. 5400થી વધારે એન્ટ્રીઓમાંથી જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી 11 સુપરસ્ટારને મ્યુઝિક વીડિયો માટે પસંદ કરવામાં આવ્યાં હતાં.

આ તમામ સહભાગીઓ નિવૃત્ત વરિષ્ઠ નાગરિકો ઉપરાંત તેમના જીવનના એક તબક્કે ડાન્સર, મ્યુઝિશિયન, સિંગર, સિનેમાટોગ્રાફર, લીરિસિસ્ટ, આર્ટ ડિરેક્ટર અને સ્ટાલિસ્ટ બનવાની ઇચ્છા ધરાવતા હતા.

મ્યુઝિક વીડિયો આ 11 વરિષ્ઠ નાગરિકો દ્વારા સંપૂર્ણપણે બનાવવામાં આવ્યો હતો. આ અગાઉ તેઓ બોલીવૂડમાંથી નિષ્ણાતો માર્ગદર્શકો સાથે વિવિધ વર્કશોપમાંથી પસાર થયા હતા. ટીમે 37 અને 450+ કલાક માટે સહિયારા પ્રયાસોના પરિણામે આ પ્રકારનો મ્યુઝિક વીડિયો બનાવ્યો હતો.

બજાજ આલિઆન્ઝ લાઇફ વિશિષ્ટ ખાસિયતો સાથે પેન્શન અને એન્યૂઇટી સોલ્યુશનની રેન્જ ઓફર કરે છે, જે ગ્રાહકોને જીવન મટે તેમની નિવૃત્તિની આવક સુરક્ષિત કરવા સક્ષમ બનાવે છે.

બજાજ આલિઆન્ઝ લાઇફ ગેરન્ટેડ પેન્શન ગોલ એક સંપૂર્ણ પ્લાન છે, જેને ગ્રાહકોની વિવિધ પ્રકારની પેન્શનલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા બનાવવામાં આવ્યો છે અને નવ એન્યૂઇટી વિકલ્પો ઓફર કરે છે, જેમાંથી ગ્રાહકો પસંદ કરી શકે છે.

આ નિયમિત પ્રીમિયમ ડિફર્ડ એન્યૂઇટી વિકલ્પ ઓફર કરે છે, જે પોલિસીધારકોને નિયમિત સમયાંતરે ચુકવણી કરીને નિવૃત્તિના સમયમાં તેમની પેન્શનની રકમની ગેરન્ટી મેળવવા સક્ષમ બનાવે છે. ઉપરાંત પ્લાન પોલિસીધારકના જીવનસાથી માટે તેમના જીવનકાળ દરમિયાન ગેરન્ટેડ આવક સતત મેળવવાનો વિકલ્પ પણ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.