Western Times News

Latest News from Gujarat India

ભારતીય ક્રિકેટર દીપક ચહર લગ્નના બંધનમા બંધાયો

નવી દિલ્હી, ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચાહર બુધવારે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. દીપકે જયા ભારદ્વાજ સાથે આગ્રા શહેરમાં સાત ફેરા લીધા હતા. તેના પિતરાઇ ભાઇએ એક સુંદર તસવીર શેર કરી છે જે દીપક અને જયાના લગ્નની છે.

આગ્રાના રહેવાસી દીપક ચાહરના ઘરે હલ્દી સેરેમની થઇ હતી. રાત્રે ૮ કલાકે દીપક જાન લઇને પોતાના ઘરેથી નીકળ્યો હતો. આગ્રાની એક ફાઇવ સ્ટોર હોટલમાં દીપક અને જયા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. દીપકે આ દરમિયાન ક્રીમ શેરવાની અને રાજસ્થાની સાફો પહેર્યો હતો.

જાનમાં બેન્ડ બાજાની ધૂન સાથે પર દીપક ડાન્સ કરતો જાેવા મળ્યો હતો. પીચ કલરના ચણિયાચોળીમાં જયા પણ સુંદર જાેવા મળી રહી હતી. ૪ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરનાર દીપક ચાહર ઘોડી પર સવાર થઇને દૂલ્હન લેવા પહોંચ્યો હતો.

તેના લગ્ન આગ્રાના ફતેહાબાદ રોડ પર આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાં થયા હતા. દીપક ચાહર અને જયાએ એકબીજાને ફૂલોની માળા પહેરાવી હતી.

એક રિપોર્ટ પ્રમાણે લગ્ન માટે દીપક ચાહર અને જયા ભારદ્વાજનો આઉટફિટ પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. આ પહેલા સંગીત સેરેમની દરમિયાન દીપક અને જયાનો અંદાજ પણ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં બન્ને એકબીજા ડાન્સ કરતા જાેવા મળ્યા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers