Western Times News

Gujarati News

કેન્સરની સારવાર બાદ છવી મિત્તલે કર્યો પતિ સાથે ડાન્સ

મુંબઈ, ટીવી એક્ટ્રેસ છવી મિત્તલ થોડા દિવસો પહેલા બ્રેસ્ટ કેન્સર સર્જરીને લઈને ચર્ચામાં આવી હતી. સર્જરી બાદ અભિનેત્રીએ ઘણી હિંમત બતાવી, પહેલાની જેમ તેણે પોતાના પરિવાર સાથે હંમેશની જેમ સમય વિતાવવાનું શરૂ કર્યું.After cancer treatment, Chhavi Mittal danced with her husband

તાજેતરમાં અભિનેત્રીની રેડિયો થેરાપી શરૂ થઈ જે ૨૦ દિવસ સુધી ચાલી. આ માહિતી છવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી. તેણે શેર કરેલા વિડીયોમાં અભિનેત્રી તેના પતિ સાથે ડાન્સ કરતી જાેવા મળી હતી. આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વિડીયોમાં છવીએ ડાર્ક બ્લુ શર્ટ અને લાઈટ બ્લુ જીન્સ પહેર્યું છે. મોહિત પણ ટી-શર્ટ અને શોર્ટ્‌સમાં અભિનેત્રીના ડાન્સ મૂવ્સને ફોલો કરતો જાેવા મળે છે. વિડીયોની શરૂઆતમાં બંને ગંભીરતાથી પરફોર્મ કરે છે. છબીના વાળમાં બન બનેલુ દેખાય છે, પરંતુ જેમ જેમ વિડીયો આગળ વધે છે, તેમ તેમ તેના વાળ પણ વિખરવા લાગે છે.

આ વિડીયોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘શ્રેષ્ઠ પતિ. તમે પરફેક્ટ નથી મોહિત હુસૈન, તમે મારા માટે પરફોક્ટ છો તમે જેવા છો, હું અંત સુધી હંમેશા તમારી સાથે રહીશ. આ વિડીયો જાેઈને છવીના ફેન્સ તેના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તેને આરામ કરવાની સલાહ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી છવી મિત્તલ બ્રેસ્ટ કેન્સર સર્જરી બાદ ધીમે ધીમે આ ગંભીર બીમારીમાંથી બહાર આવી રહી છે. આ સાથે તે સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયો દ્વારા ફેન્સને પ્રેરિત કરવામાં કોઈ કસર છોડી રહી નથી. કામની વાત કરીએ તો છવી મિત્તલ ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે એક ચુટકી આસમાન, ડોલી કી શાદીથી લઈને ત્રણ બહુરાની સહિત ઘણી સીરીયલોમાં કામ કર્યું છે.

આ દિવસોમાં ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છવી મિત્તલ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ વિડીયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે વખાણ કર્યા અને કેટલાકે તેને સલાહ પણ આપી. એકે લખ્યું, ‘તમારી તબિયત સારી નથી. તમે આ બધું બંધ કરો અને આરામ કરો. આ રીતે ડાન્સ કરવા માટે તમારી આખી જીંદગી છે.

 

View this post on Instagram

 

A post shared by Chhavi Mittal (@chhavihussein)


સ્નેહા પટેલ નામના યુઝરે કહ્યું, ‘શું રોજ રીલ બનાવવી જરૂરી છે? આપણે બધા જાણીએ છીએ કે તમે ખૂબ જ મજબૂત છો અને તમે જીતીને બહાર આવશો, પરંતુ જીવનની કેટલીક બાબતોમાં સમય લાગે છે અને આપણે તેમને તે સમય આપવો પડશે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.