Western Times News

Gujarati News

મહિલાનો કોવિડ-૧૯ રિપોર્ટ આવતાં સાસુએ ફાડી નાખ્યો

અમદાવાદ,  IT કંપનીમાં HR તરીકે નોકરી કરતી કરતી અને સેટેલાઈટમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ મંગળવારે મહિલા પોલીસ સ્ટેશનમાં (પશ્ચિમ) પતિ અને સાસરિયાં સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે તે કોરોના વાયરસથી સંક્રમિત થઈ ત્યારે તેમણે સારવાર કરાવવાની પણ મંજૂરી ન આપી હોવાના કારણે કોમામાં સરી પડી હતી, તેવો આક્ષેપ પણ તેણે લગાવ્યો હતો.

The mother-in-law tore the woman’s covid-12 report

ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેણે ૯ માર્ચ, ૨૦૧૯ના રોજ પરિવારની ઈચ્છાથી ગોતાના જગતપુર વિસ્તારમાં રહેતા પુરુષ સાથે લગ્ન કર્યા હતા. તેણે કહ્યું હતું કે, તેના સાસુએ લગ્ન બાદ તરત જ તેના અંગત જીવનમાં દખલગીરી કરવાનું શરૂ કરી દીધું હતું અને પતિ સાથે ખાનગીમાં વાતો પણ કરવા દેતા નહોતા.

૪ જૂન, ૨૦૨૧માં કોવિડ-૧૯ થયો હોવાનું ફરિયાદ નોંધાવનારી મહિલાએ કહ્યું હતું. જ્યારે મને લેબોરેટરીમાંથી રિપોર્ટ મળ્યો ત્યારે મારા સાસુએ તે હાથમાંથી આંચકી લીધો હતો અને ફાડી નાખ્યો હતો. તેઓ મને આઈસોલેશન પ્રોટોકોલ પ્રમાણે માસ્ક પણ પહેરવા નહોતા દેતા’, તેમ ફરિયાદીએ કહ્યું હતું.

તેણે ઉમેર્યું હતું કે, ખૂબ જલ્દી તેની તબિયત લથડી હતી અને ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ ગયું હતું. ‘હું નિયમિત મારું ઓક્સિજન લેવલ ચેક કરતી હતી, એકવાર મારા પતિએ ઓક્સિમીટર છીનવી લીધું હતું અને ફેંકી દીધું હતું. તેના પરિણામે મારી તબિયત બગડી હતી અને મને ઉલ્ટી થવાનું શરુ થયું હતું. હું અસ્વસ્થતા અનુભવતી હતી’, તેમ તેણે કહ્યું હતું.

વધારે તબિયત ખરાબ થતાં સાસરિયાંઓએ મહિલાને ૧ મે, ૨૦૨૧ના રોજ તેના પિયર મોકલી દીધી હતી. હું મારા માતા-પિતાના ઘરે પહોંચી ત્યાં સુધીમાં મારી હાલત વધુ ખરાબ થઈ હતી અને મન હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, જે બાદ હું કોમામાં સરી પડી હતી.

૧૫ દિવસ પછી હું ભાનમાં આવી હતી. મારા પતિ અને સાસરિયાંઓની ક્રૂરતાને લીધે મેં જે તણાવ સહન કર્યો હતો, તેના કારણે મને હાઈપરટેન્શન અને ડાયાબિટિસની ગંભીર સમસ્યા થઈ હતી’, તેમ મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું.

મહિલાએ કહ્યું હતું કે, તેને પતિના ઘરે રહેવાની પરવાનગી આપવામાં આવી નહોતી અને સાસરિયાંઓએ નવા ઘર તેમજ ફર્નિચર માટે પૈસા માગવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે, નાની-નાની વાતમાં પતિ તેમજ સાસુ-સસરા તેની પજવણી કરતા હતા, જેની અસર તેના શારીરિક અને માનસિક હેલ્થ પર પડી હતી.

તેણે કહ્યું હતું કે, તેના પતિ અને સાસરિયાંઓએ તેનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો. જે બાદ તેણે પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું અને તેમની સાથે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.