Western Times News

Latest News from Gujarat India

ભાજપમાં જાેડાતા પહેલા હાર્દિક પટેલે પૂજાવિધિ અને ગૌ પુજા પણ કરી

ગાંધીનગર, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે.આ પહેલા એક ટ્‌વીટમાં તેમણે કહ્યું હતું કે હું રાષ્ટ્ર સેવાના ભક્તિમય કાર્યમાં નાના સૈનિક તરીકે કામ કરીશ.

હાર્દિક પટેલે કહ્યું- “રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની ભાવનાઓ સાથે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના કાર્યમાં એક સૈનિક તરીકે હું કામ કરીશ.”

હાર્દિક પટેલ એવા સમયે પાર્ટીમાં જાેડાયા છે જ્યારે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજ્યમાં ભાજપ બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં છે. ૨૦૧૫ માં, ૨૮ વર્ષીય હાર્દિક પટેલે પાટીદાર સમુદાય માટે અનામતની માંગ સાથે હિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

ગુજરાતની તત્કાલિન ભાજપ સરકારે પટેલ, જેઓ એક સમયે ભાજપના કટ્ટર ટીકાકાર હતા, તેમની સામે રાજદ્રોહ સહિતના અનેક આરોપો હેઠળ કેસ નોંધ્યા હતા. હાર્દિક ભાજપમાં જાેડાય તે પહેલા અમદાવાદ, પાટનગર અને ગાંધીનગરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તેના પર અલગ દેશભક્ત, યુવા હૃદય સમ્રાટ જેવા સ્લોગન લખવામાં આવ્યા છે.

હાર્દિક પટેલ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સીઆર પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની હાજરીમાં કેસરિયા કર્યા હતાં ભાજપમાં જાેડાતા પહેલા હાર્દિક પટેલે પૂજાવિધિ પણ કરી હતી સવારે ૯ વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ કરી હતી ત્યારબાદ ૧૦ વાગ્યે એસજીવીપી ખાતે દર્શન કર્યા હતાં અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌ પુજન પણ કર્યું હતું.

અને ત્યારબાદ તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતાં કોબા સર્કલ પાસે હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું કમલમ ખાતે પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હાર્દિકના ટેકેદારો સમર્થકો હાજર રહ્યાં હતાં.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers