પાલનજી કંપનીએ નોકરી ન આપતા અનોખો વિરોધ

ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના સરખડી-દેવડી ગામમાં શાપુરજી પાલનજીની કંપની સામે ખેડૂત દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
ખેડૂતે કંપનીના રસ્તાને બળદગાડાથી બંધ કરતા સ્ટાફ બસ અટવાઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની બનાવતી વખતે શાપુરજી પાલનજી કંપનીએ ખેડૂતના પરિવારને નોકરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ હજુ સુધી કંપની દ્વારા નોકરી નથી આપવામાં આવી. જેને લઈ ખેડૂતોએ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સરખડી-દેવડી ગામના ખેડૂતે દિપક મોરીએ હકીકત જણાવતા કહ્યું હતું કે જે તે વખતે અમે આ કંપનીને જમીન આપી છે ત્યારે બોલી થઈ હતી કે ૨ લોકોને નોકરી આપવામાં આવશે. ૨ એકર જમીન આપી હતી. અનેક રજૂઆતો છતાંય અમે ત્રણ વર્ષથી રાહ જાેઇ રહ્યા છીએ અમે સહન કરી રહયા છીએ પણ જે વચન આપ્યું હતું તે પ્રમાણે કોઈ કંપનીનો અધિકારી કઈ જ કહેવાય તૈયાર નથી. બસ ફોન કરીએ ત્યારે કહે છે થઈ જશે. અમારી ગાડીઓ પણ ચાલુ હતી. પણ ૨ વર્ષ ચાલુ રાખી પછી કહી દેવામાં આવ્યું કે તમારી ગાડીની હવે જરૂરિયાત પડતી નથી. જમીન લે વેચ વખતે નોકરી અને ગાડી મૂકવાનું બંનેની વાત થઈ હતી.
અમને કંપનીના દ્વારા જમીનના રૂપિયા ચૂકવી દેવાયા છે. પણ હજુ દસ્તાવેજ થયો નથી. જેથી અમે જ્યાં સુધી કંપની કાયમી નોકરી માટેના બોલ પર ખરી નહી ઉતરે ત્યાં સુધી દસ્તાવેજ પણ નહીં કરી દઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.સાથે જ કંપનીના અધિકારીને વિનંતી કરી હતી કે માંગોને પૂરી કરવામાં આવે નહીં તો આજે જેવી રીતે રસ્તો બંધ રાખ્યો તેવી જ રીતે આગળ પણ સતત બંધ રાખવામાં આવશે.ss3kp