Western Times News

Latest News from Gujarat India

&ટીવીના શોમાં નવા કિરદાર, નવા વેશ અને મનોરંજનનો નવો તડકો

એન્ડટીવીના શોમાં આ સપ્તાહમાં દર્શકોનું મનોરંજન કરવા માટે પાત્રો નવા અવતાર ધારણ કરશે.

એન્ડટીવી પર બાલ શિવની વાર્તા વિશે દેવી પાર્વતી કહે છે, “બાલ શિવને મહાદેવ (સિદ્ધાર્થ અરોરા)ના રૂપમાં પ્રવેશવા માટે નંદી તેને ધ્યાનરથમાં બેસવા માટેકહે છે. ધ્યાનમાં બાલ શિવ તેની તરફ આવતા સૂર્યપ્રકાશમાં દેવી પાર્વતીને સાંભળે અને જુએ છે.

બીજી બાજુ ઋષિ કાત્યાયન (મનોજ કોલ્હટકર) દેવી પાર્વતીને પૂજે છે અને પોતાની પુત્રી તરીકે તેને ધરાવવા માટે તપ કરે છે. દેવી પાર્વતી ભક્ત કાત્યાયનના પોકાર સાંભળે છે ત્યારે તે બાળ પાર્વતીનું રૂપ ધારણ કરે છે અને કાત્યાયનની પુત્રી દેવી કાત્યાયની (તૃષા આશિષ સારા) બને છે. દરમિયાન તારકાસુર (કપિલ નિર્મલ) અજમુખી (સૃષ્ટિ મહેશ્વરી) પાસે બાલ પાર્વતીની શક્તિ સમજવા માટે જાય છે. બાલ શિવ ઘરે આવે છે ત્યારે મહાસતી અનુસૂયા (મૌલી ગાંગુલી) તેને ઘરમાં પ્રવેશવા દેતી નથી. તે ફરી ક્યારેય દેવી પાર્વતીને મળશે નહીં એવું વચન માગે છે. પાલ શિવ શું કરશે?”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટન વિશે દરોગા હપ્પુ સિંહ ઉર્ફે હપ્પી જાન કહે છે, “અમારો શો હાસ્યસભર અને મનોરંજક વાર્તા સાથે દર્શકોનું મનોરંજન કરવાનું ક્યારેય ચૂકતો નથી. દરેક વખતે પાત્રો પોતાને ગજબની સ્થિતિમાં પોતાને મૂકી દે છે અને દર્શકોને પેટ પકડીને હસાવે છે.

હવે અમે વધુ એક મજેદાર વાર્તા લાવી રહ્યા છીએ, જ્યાં દરોગા હપ્પુ સિંહ દરબારીઓનું મનોરંજન કરવા માટે નૃત્યાંગના બનીને આવે છેઃ સબકે દિલોં કી જાન અને હપ્પી જાન. તો ગેન્ગસ્ટર જેકેને પકડવા માટે દરોગા હપ્પુ સિંહ સુંદર અને મોહિની નૃત્યાંગનાનો સ્વાંગ ધારણ કરે છે, જિસકે એક અદા પર હોગા પુરા મહોલ્લા ન્યોછાવર. મને ખાતરી છે કે અમારા દર્શકોને હપ્પુ સિંહ હપ્પી જાનમાં ફેરવાતાં આશ્ચર્ય થશે અને હું તેમની પ્રતિક્રિયા જોવા માટે ઉત્સુક છું.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈ વિશે અંગૂરી ભાભી કહે છે, “ડોક્ટર કહે છે કે અંગૂરી (શુભાંગી અત્રે)નું જીવન નિરાશાજનક બની ગયું છે અને તે ગમગીનીમાં ધકેલાઈ રહી છે. તેના સમાધાન માટે વિભૂતિ (આસીફ શેખ) અંગૂરીને તેના ક્લાસિક ડાન્સિંગના પેશનને ફરીથી જગાવવાનું સૂચન કરે છે અને અંગૂરી તે માટે તબલચી શોધવાનું શરૂ કરે છે.

દરમિયાન તિવારી (રોહિતાશ ગૌર) અનિતા (વિદિશા શ્રીવાસ્તવ)ને ગાયિકા બનવાનું લૂચન કરે છે, જે સ્વીકારે છે, પરંતુ સંગીત શિક્ષક કોણ બની શકે એવું પૂછે છે, જે સામે તિવારી લાવી આપવાનું વચન આપે છે. આમ, વિભૂતિ તબલચી શરારત અલી ખાન બને છે, જ્યારે તિવારી સંગીતનો શિક્ષક ઝન્નુલાલ બને છે.

દરમિયાન અનિતાને ઈવેન્ટ આયોજક પાસેથી કોલ આવે છે, જે તેને લંડનમાં કોન્સર્ટમાં બોલાવે છે. જોકે તે બધાને આ વિશે જાણ કરે છે ત્યારે વિભૂતિ અને તિવારી ઉદાસ થઈ જાય છે, કારણ કે તેમની સચ્ચાઈ બહાર આવી જવાની છે. વિભૂતિ અને તિવારી આ સ્થિતિમાંથી છટકવા શું કરશે?”

એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ? વિશે સકિના મિરઝા કહે છે, “આખી હવેલી લોકપ્રિય સાસ- બહુ સિરિયલ હઝારોં સાઝીશીન ઐસીમાં ગળાડૂબ હોય છે. શાંતિ (ફરહાના ફાતેમા) અને સકિના (આકાંક્ષા સિંહ) શોનો મુખ્ય હિસ્સો મિરઝા (પવન સિંહ) અને મિશ્રા (અંબરીશ બોબી)ને કારણે ચૂકી જાય છે અને તેથી તેઓ પોતાના પતિઓને આ માટે દોષ આપે છે.

આ પછી શાંતિ અને સકિના પારો સાથે સિરિયલ વિશે ચર્ચા કરે છે અને તેના થકી તેમને મધુરિમાના એક્લક્લુઝિવ સાડી સેલ વિશે જાણવા મળે છે, જે લાગ ઝડપી લેતાં તેઓ મિરઝા અને મિશ્રાને માફી આપવા સામે સાડીની માગણી કરી છે. મિરઝા અને મિશ્રા સાડી ખરીદી કરવા વહેલી સવારી ઊઠે છે, પરંતુ તેઓ ત્યાં સૂઈ જાય છે.

દરમિયાન બિટ્ટુ (અન્નુ અવસ્થી) અને ટોળકી બહાર જાય છે અને તેમના વહાલાજનો માટે સાડીઓ ખરીદી લાવે છે. મિશ્રા અને મિરઝા પોતાની પત્નીઓનો મૂડ જાણવા માટે અદીને મોકલે છે અને અદી ખાલી હાથે નહીં જવા ચેતવણી આપે છે, જેને લઈ બંને ઉદાસ થઈ જાય છે.

શો જોવાની પોતાની પત્નીઓની આદતથી વાજ આવીને બંને કેબલ વાયર કાપી નાખે છે.  જોકે મધુરિમા તેમની પત્નીઓને બહાર જવા અને પાડોશીના ઘરમાં સિરિયલ જોવાની સલાહ આપે છે, જેને લીધે હવે મિરઝા અને મિશ્રાને ઘરનાં બધાં કામો કરવાં પડે છે. આથી તેઓ મધુરિમા સામે વેર વાળવા યોજના બનાવે છે. મિરઝા અને મિશ્રાની વેરની યોજના શું છે?”

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers