Western Times News

Gujarati News

હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર ફરીથી ભારતના રસ્તાઓ પર દોડશે

હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર (Hindustan Ambassador)ને ભારતની ક્લાસિક કાર તરીકે ઓળખવામાં આવે છે અને તે વાસ્તવમાં ભારતમાં બનેલી પ્રથમ કારમાંથી એક હતી. હિન્દુસ્તાન મોટર્સ (Hindustan Motors) એ જ આ કાર બનાવી હતી.

Hindustan Motors’ comeback will be a JV with French auto manufacturer Peugeot. With MoU penned already, HM to start with e-scooters initially this FY with e-cars to follow. e-Ambassador 2.0 is on the cards & it may hit the Indian roads as early as 2 years from now.

હિન્દુસ્તાન મોટર્સ એમ્બેસેડરને ટૂંક સમયમાં નવા અવતારમાં લૉન્ચ કરવામાં આવશે. અને આ વખતે તેની ડિઝાઈનથી લઈને એન્જિનમાં ફેરફાર થવાની શક્યતા છે. નવી એમ્બેસેડર 2.0 કાર આગામી 2 વર્ષમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. હાલમાં આ કાર વિશે જે માહિતી સામે આવી છે તે મુજબ, હિંદ મોટર ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (HMFCI) એ નવી કાર બનાવવા માટે ફ્રેન્ચ કાર નિર્માતા કંપની Peugeot સાથે હાથ મિલાવ્યા છે.

હિન્દુસ્તાન મોટર્સે 1958માં એમ્બેસેડર કાર બનાવવાની શરૂઆત કરી હતી. આ કાર ભારતીય બજારમાં 50 વર્ષ સુધી રહી અને વર્ષ 2014માં પ્રોડકશન ઓછી ડીમાન્ડને કારણે બંધ કરી દેવામાં આવ્યુ હતું.

ભારતમાં 1980 થી 2000 સુધીના દાયકામાં એમ્બેસેડર ગાડીએ પકડ જમાવી રાખી હતી. આ કારને 7 વખત જનરેશન અપડેટ આપવામાં આવી હતી. તેના ગયા પછી ભારતીય ગ્રાહકોના દિલ તૂટી ગયા કારણ કે આ કાર સાથે એક અલગ જ લગાવ હતો. એમ્બેસેડર કાર ફરી એકવાર પાછી ફરી રહી છે અને એ પણ નવા અવતારમાં.

એટલે કે હવે આ બંને બ્રાન્ડ્સ સાથે મળીને નવી એમ્બેસેડર 2.0ની ડિઝાઇન, ઇન્ટિરિયર અને એન્જિન પર કામ કરી રહી છે. ખાસ વાત એ છે કે નવી એમ્બેસેડર 2.0નું નિર્માણ હિન્દુસ્તાન મોટર્સના ચેન્નાઈ પ્લાન્ટમાં કરવામાં આવશે. આ પ્લાન્ટમાં HMFCI હેઠળ કામ થાય છે, જેમાં સીકે ​​બિરલા ગ્રુપ પણ સંકળાયેલું છે.

નવી એમ્બેસેડર 2.0 કાર વિશે હિન્દુસ્તાન મોટરના ડાયરેક્ટર ઉત્તમ બોઝે એક મીડિયા પોર્ટલને જણાવ્યું કે, તેઓ એમ્બેસેડર 2.0 કારને નવા રૂપમાં સામે લાવવા પર કામ કરી રહ્યા છે જે આગામી વર્ષોમાં લૉન્ચ કરવામાં આવશે. નવા મોડલની ડિઝાઈન સાથે મિકેનિક્સનું કામ મોટા પાયે થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.