Western Times News

Latest News from Gujarat India

૨૦૨૪માં કોંગ્રેસને ૩૦થી ૩૫ બેઠકો જ મળશે: આસામના મુખ્યમંત્રી હિંમત સરમા

ગોવાહાટી,આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ બુધવારે કહ્યું હતું કે, કોંગ્રેસ એક ર્નિબળ પાર્ટી બની ગઈ છે તેને પોતાની વાત સાબિત કરવા માટે રાજ્યસભા ચૂંટણી માટે રાજકીય આટાપાટા ખેલવા પડયા છે.સરમાએ વધુમાં કહ્યું હતું કે, મારી ગણત્રી પ્રમાણે તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પછી મુખ્ય વિપક્ષી દળ તરીકે પણ રહી શકવું કોંગ્રેસ માટે મુશ્કેલ બનશે.

તેની સંખ્યા ૩૦થી ૩૫ સીટો સુધી નીચે જશે.સરમાએ વધુમાં કહ્યું હતું કે, જાે તમો રાજસ્થાન તરફ જુઓ તો તે રાજ્ય તો શરણાર્થીઓ માટેનું એક રેલ્વે સ્ટેશન બની ગયું છે.કોંગ્રેસે ૪ રાજ્યો માટે કેટલાક એવા નેતાઓને નામિત કર્યા છે કે જેઓ ચૂંટણી જીતી શકે તેમ જ નથી.રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત રાજ્યોનો સંઘ છે, એક સમાજ નથી.

જાે તેમ જ હોય તો તમે જયપુર (રાજસ્થાન) માટે રાજ્યસભાના તમામ નેતાઓની આપૂર્તિ કેમ કરી શક્યા ? અથવા દિલ્હી બેઠા બેઠા કેટલાક અન્ય રાજ્યોમાં બહારના ઉમેદવારોને મોકલી કેમ શક્યા ? તમે એક કે બે બહારના ઉમેદવારોને મોકલી શકો છો પરંતુ તમામ ઉમેદવારોને તો બહારથી ન જ મોકલી શકો.કાશ્મીરી પંડિતો ઉપરના હુમલાઓ અંગે રાહુલ ગાંધીએ હાલમાં જ ટિ્‌વટ ઉપર પૂછેલા એક પ્રશ્નનો ઉત્તર આપતા સરમાએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરતા પહેલા પોતાની વિષે સ્પષ્ટતા કરવી જાેઈએ.

જ્યારે આસામમાં પૂર આવ્યા ત્યારે તેઓ યુ.કે.માં હતા આથી તેમણે આવી ટીકાઓ કરવી જ ન જાેઈએ.’ આ પછી રાહુલ ગાંધી ઉપર ઉગ્ર પ્રહારો કરતાં હિંમત બિસ્વા સરમાએ કહ્યું હતું કે, ‘તેઓ રાહુલ ગાંધી છે, મહાત્મા ગાંધી નથી.’આ સાથે, આસામના આ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેમનું મંત્રીમંડળ દેશની જ લઘુમતીઓ ઉપર અલગ સ્પષ્ટીકરણ કરી ર્નિણય લેશે કે જેઓ અન્ય પ્રદેશોમાંથી આસામમાં આવીને નહીં વસ્યા હોય.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મદ્રેસાઓમાં અપાતા શિક્ષણ અંગે તેમની સરકારની નીતિ બહુ સ્પષ્ટ છે મદ્રેસાઓની નવી શિક્ષણ પ્રથા મુજબ વિદ્યાર્થીઓને અપ્રતિ સ્પર્ધી (બીનહરીફ) બનાવી દેશે. અમે મદ્રેસાઓ બંધ નથી કરી અમે તેને સામાન્ય સ્કૂલોમાં ફેરવી નાખી છે. અને એક આશ્વાસન લઘુમતી ઇચ્છીએ છીએ અમે કહેતા જ નથી કે તમારે કુર્રાન-એ-શરીફ ન પઢવું જાેઈએ.HS2KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers