Western Times News

Latest News from Gujarat India

પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ લગ્ન સ્થળ રદ કરાવ્યું

વડોદરા , વડોદરાની યુવતી ક્ષમા બિંદુએ પોતાની સાથે જ લગ્ન કરવાની જાહેરાત કરીને આખા દેશને ચોંકાવી દીધા છે. દેશનો આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ યુવતી આત્મવિવાહ કરવા જઈ રહી છે. જાેકે, ૧૧ જૂને લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ લગ્નનો વિરોધ કર્યો છે. ત્યારે દેશના આ પહેલા સેલ્ફ વિવાહમાં વિધ્ન આવ્યુ છે.

વડોદરાની ૨૪ વર્ષની ક્ષમા બિંદૂ નામની છોકરી અનોખી રીતે લગ્ન કરવા જઈ રહી છે. તે કોઈ વરરાજા સાથે નહીં પરંતુ પોતાની સાથે લગ્ન કરશે. આવા પ્રકારના લગ્ન સોલોગામી તરીકે પણ જાણીતા છે. આ લગ્નમાં તમામ પરંપરાગત અનુષ્ઠાન થશે. ક્ષમા પોતાને સિંદૂર પણ લગાવશે. ક્ષમા લગ્ન બાદ હનીમૂન પર પણ જવાની છે. તે બે અઠવાડિયા માટે ગોવા જઈ રહી છે.

બસ આ લગ્નમાં વરરાજા અને જાન નહીં હોય. પરંતું ક્ષમા બિદુના આ પ્રકારના લગ્નનો વિરોધ થઈ રહ્યો છે. ગોત્રીમાં જે મહાદેવ મંદિરમાં લગ્ન કરવાનું આયોજન કર્યું હતું, તે પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએલગ્ન સ્થળ રદ કરાવ્યું છે. સુનિતા શુક્લએ મંદિર મેનેજમેન્ટ સાથે વાત કરી મંદિરમાં લગ્ન રદ કરાવ્યા છે.સુનિતા શુક્લનો આરોપ મૂક્યો કે, ક્ષમા બિંદુએ મંદિરમાં કુંભ લગ્ન કરવાના છે તેવી વાત કરી હતી.

જ્યારે મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વિપરીત વાત કરી વડોદરામાં યુવતી ક્ષમા બિંદુએ પોતાની સાથે જ લગ્ન કરવાની જાહેરાત કરી છે. ત્યારે શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ લગ્નનો વિરોધ કર્યો છે.તેમણે આ લગ્નનો વિરોધ કરતા જણાવ્યુ કે, ક્ષમાએ લગ્ન માટે જે જગ્યા પસંદ કરી છે તે યોગ્ય નછી.

હું કોઈ પણ મંદિરમાં તેના લગ્ન નહિ થવા દઉં. આ પ્રકારના લગ્ન હિન્દુ ધર્મની વિરુદ્ધ છે.આ યુવતી વિકૃત માનસિકતા ધરાવે છે. વડોદરા સંસ્કારની નગરી તરીક ઓળખાય છે, ત્યારે આ પ્રકારની ઘટનાથી સંસ્કારની નગરી કલંકિત થાય છે.SS3KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers