Western Times News

Latest News from Gujarat India

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીએ બીજા લગ્ન કરી લીધા

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં પતિ-પત્નીના એક કેસમાં અનેક ફિલ્મી પ્રકારના વળાંકો આવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે. અહીં પત્નીને પરત મેળવવા માટે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, યુવતી પોતાની મરજીથી અરજદાર પતિ સાથે ભાગી હતી અને દિલ્હી જઈને લગ્ન કર્યા હતા.

લગ્નના બે જ મહિના પછી યુવતીએ બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા. આટલુ જ નહીં, હાઈકોર્ટની સામે પ્રથમ પતિ એટલે કે અરજાદર સાથે જવાનો ઈનકાર પણ કરી દીધો હતો. યુવતીએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે તેના પ્રથમ પતિએ બળજબરીપૂર્વક લગ્ન કર્યા હતા.

કોર્ટે બળજબરીપૂર્વક લગ્નના યુવતીના નિવેદન બાબતે લખ્યું કે તે માની શકાય તેમ નથી. આ સિવાય કોર્ટે તાકીદ કરી કે, યુવતી કોઈના ગેરકાયદેસરના કબજામાં નથી, માટે તમામ પક્ષોએ સમાધાન કરી લેવું જાેઈએ. કોર્ટે અગાઉના લગ્નમાં છૂટાછેડા લઈને બીજા લગ્ન નિયમિત કરવાનો આદેશ આપ્યો છે.

કેસની વિગતવાર વાત કરીએ તો, અરજદાર પતિ દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અજી દાખલ કરીને પોતાની પત્નીને કોર્ટ સમક્ષ હાજર કરવાની માંગ કરી હતી. અરજદાર પતિએ લગ્નની સાબિતી માટે દિલ્હી ખાતે નોંધાયેલા લગ્નનું સર્ટિફિકેટ પણ આપ્યુ હતું.

કોર્ટ દ્વારા નોટિસ પાઠવીને જ્યારે યુવતીને હાજર કરવામાં આવી તો તેણે અરજદાર સાથે લગ્ન કર્યા હોવાની વાત જ ફગાવી દીધી હતી. તેણે હાઈકોર્ટ સમક્ષ દાવો કર્યો કે ધામકધમી, લોભ લાલચ આપીને લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આટલુ જ નહીં, યુવતીએ દાવો કર્યો કે, તને ક્યાં લઈ જવામાં આવી અને તેની સાથે શું કરવામાં આવ્યું તેની તેને જાણ નથી. યુવતીએ કોર્ટને જણાવ્યું કે હવે તેના લગ્ન અન્ય વ્યક્તિ સાથે થઈ ગયા હોવાને કારણે તે અરજદાર સાથે પાછી જવા નથી માંગતી.

તમામ હકીકતો અને તથ્યોની નોંધ કર્યા પછી કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે, કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા રેકોર્ડ અને કોર્પસ-યુવતી સાથે કરેલી વાતચીતથી સ્પષ્ટ થાય છે કે, તેણે રાજીખુશીથી અરજદાર સાથે દિલ્હીના આર્યસમાજમાં લગ્ન કર્યા હતા. પતિ-પત્નીએ લગ્ન પછી રજિસ્ટ્રેશન પણ કરાવ્યુ હતું. પરંતુ લગ્ન પછી યુવતીએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને અરજદારને તરછોડી દીધો હતો.

યુવતા બળજબરીપૂર્વક પ્રથમ લગ્ન થયા હતા તે દલીલને ગ્રાહ્ય રાખી શકાય નહીં. તેમજ અરજદાર પતિના હિતમાં એ પણ નથી કે તે યુવતીને પાછી બોલાવવાની રાહ જાેવામાં આવે. યુવતી બીજા લગ્નમાં જ રહેવા માંગે છે. માટે તમામ લોકોએ પરસ્મપર સમાધાન કરી લેવુ જાેઈએ.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers