Western Times News

Latest News from Gujarat India

લગ્નના ચાર મહિના પૂરા થતાં કરિશ્મા તન્નાએ કર્યું સેલિબ્રેશન

મુંબઈ, સૂરજ મંગલ પર ભારી’, સંજૂ, ગ્રાન્ડ મસ્તી જેવી ચર્ચિત ફિલ્મો તેમજ અનેક ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા તન્નાએ પાંચમી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ તેણે પોતાના લગ્નના ચાર મહિના પૂરા થયા તેની એટલે કે ફોર્થ મંથ વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી છે. તેણે સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનનો એક વીડિયો પણ શેર કર્યો છે.

કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાએ આ ખાસ અવસરને એકસાથે સેલિબ્રેટ કર્યો. વીડિયોમાં જાેઈ શકાય છે કે, કરિશ્મા તન્નાએ પેરાગ્લાઈડિંગ કર્યુ હતું. તે જ્યારે પેરાગ્લાઈડિંગ કરીને નીચે ઉતરી ત્યારે વરુણ એક જબરદસ્ત સરપ્રાઈઝ સાથે તેની રાહ જાેઈ રહ્યો હતો. તેના હાથમાં એક ડાયમંડ રિંગનું બોક્સ અને સુંદર બુકે હોય છે. તે ઘૂંઠણિયે બેસીને કરિશ્માને રિંગ પહેરાવે છે અને ફૂલ આપે છે.

કરિશ્મા તન્નાએ વીડિયોમાં અનેક તસવીરો પણ મૂકી છે, જેમાં તે પોતાની સુંદર ડાયમંડ રિંગ અલગ અલગ પ્રકારે ફ્લોન્ટ કરી રહી છે. આ સિવાય તેણે ચોક્લેટ પેસ્ટ્રી અને બે શેમ્પેઈનના ગ્લાસની પણ તસવીર શેર કરી છે. એક્ટ્રેસે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ગહેરાઈયાંનું ગીત ઉમેર્યું છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, હેપ્પી ૪ મંથ્સ બેબી. આ સાથે તેણે વરુણ બંગેરાને ટેગ કર્યો છે.

આ સુંદર વીડિયો પર કરિશ્મા તન્નાના ફેન્સ અને સેલેબ્સ પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. નિતિન અરોરાએ લખ્યું કે, લવ યુ યારો, હંમેશા ખુશ રહો, જય માતા દી. અન્ય લોકોએ પણ શુભકામનાઓ પાઠવી છે અને તેમના સારા સ્વાસ્થ્ય અને ખુશહાલ જીવનની પ્રાર્થના કરી છે.

તમને જણાવી દઈએ કે ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી કરિશ્મા અને વરુણ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમણે નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં અત્યંત ખાનગી રીતે લગ્ન કર્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો કરિશ્મા તન્ના અમેઝોન પ્રાઈમ વીડિયોની સીરિઝ Guilty Mindsમાં જાેવા મળી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers