Western Times News

Latest News from Gujarat India

ભારતે અગ્નિ-૪ બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભુવનેશ્વર, ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ તેમની શક્તિશાળી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર સ્થિત એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું.

મિસાઈલે તમામ માપદંડોને પૂરા કરતી વખતે ચોક્કસ લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન મિસાઈલના ટેકનિકલ માપદંડો, હુમલાની ટેકનિક, નેવિગેશન વગેરેની ચકાસણી કરવામાં આવી હતી.

સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક નિયમિત તાલીમ પ્રક્ષેપણ હતું. જેમાં તમામ ઓપરેશનલ પેરામીટર્સની ફરી તપાસ કરવામાં આવી છે. ભારત આ પરીક્ષણથી કહેવા માંગે છે કે તે તેની વિશ્વસનીય લઘુત્તમ પ્રતિકાર ક્ષમતા જાળવી રાખશે.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers