Western Times News

Latest News from Gujarat India

ઘીકાંટા “નવતાડ પ્રીમીયર લીગ” ક્રિકેટ ટુર્નામેન્ટ રસપ્રદ તબક્કામાં પહોંચી

કુલ ૬૪ ટીમોએ ભાગ લીધોઃ છેલ્લા એક મહિનાથી ઘીકાંટા વિસ્તારમાં વાતાવરણ ક્રિકેટમય

(પ્રતિનિધિ) અમદાવાદ, ઘીકાંટા વિસ્તારમાં આવેલ નવતાડ ચોકમાં લગભગ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ “નવતાડ પ્રીમીયર લીગ” ટુર્નામેન્ટે સમગ્ર કોટ વિસ્તારમાં ભારે આકર્ક્ષણ જમાવ્યુ છે. હેલેઝોન લાઈટની વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટમાં દડીથી ક્રિકેટ રમાય છે

૧૦ ઓવરની આ મેચમાં સમગ્ર અમદાવાદની લગભગ ૬૪ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ બે રાઉન્ડના અંતે કવાટર ફાઈલની લડાઈમાં ૧૬ ટીમો પહોંચી ગઈ છે. ૧૬ ટીમોના કેપ્ટનો ભારે ઉત્સાહમાં છે અને સૌ કોઈ ફાઈનલમાં પહોંચવાની ગણતરી રાખી રહયા છે. નાની હમામની પોળની મહાકાળી સી.સી કવાટર ફાઈનલમાં પહોંચી છે

ટીમના કેપ્ટન અર્જુનસિંહ મુળસિંહ રાજપૂત ફાઈનલમાં પહોંચવાને લઈને આશાવાદી છે. એક હાથે હેન્ડીકેપ હોવા છતા બેટીગ-બોલિંગમાં તેમનું પર્ફોમન્સ જાેવાલાયક હોય છે. ટીમના અન્ય સભ્યો પણ સારો દેખાવ કરી રહયા છે કવાટર ફાઈનલમાં પહોંચેલી તમામ ટીમો ફાઈનલમાં પહોંચવા સજ્જ થઈ ગઈ છે.

છેલ્લા પાંચ-છ વર્ષથી યોજાતી “નવતાડ પ્રીમીયર લીગ” ખાસ્સી એવી લોકપ્રિય થઈ ગઈ છે. ક્રિકેટનો ક્રેઝ તો યુવાનોમાં પહેલેથી જ હોય છે તેમાંય નવતાડ પ્રીમીયર લીગ ની તો શહેરી વિસ્તારના યુવાનો કાગડોળે રાહ જાેતા હોય છે. આ વખતે કુલ ૬૪ ટીમો મેદાનમાં હતી તેમાંથી ૧૬ ટીમો આખરી તબકકમાં પહોંચી ગઈ છે

જેમાંથી જે ૮ ટીમો રહેશે તે પોતાની કવાર્ટર ફાઈનલ મેચ રમશે જેમાંથી ૪ ટીમો સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવશે ત્યારબાદ ચાર ટીમોમાંથી જે બે ટીમો વિજેતા બનશે તે ફાઈનલ મુકાબલો રમશે.

ઘીકાંટા કોટ વિસ્તારની ટીમોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ છે સ્થાનિક ટીમોની સાથે સારો દેખાવ કરતી ટીમોને ચિયરઅપ કરવા રોજના ર૦૦ થી ૩૦૦ લોકો મેચ જાેવા આવે છે. આ ટુર્નામેન્ટનું ઓપનીંગ થયુ ત્યારે રાજસ્થાન રોયલ્સના સિધ્ધાર્થ ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે “નવતાડ પ્રીમીયર લીગ” ટુર્નામેન્ટના ખેલાડીઓને પ્રોત્સાહન માટે જાણીતા કોંગ્રેસ અગ્રણી સુરેન્દ્ર બક્ષીના પુત્ર અને શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ કવાટર ફાઈનલમાં પહોંચેલી ટીમોને શુભેચ્છાના પ્રતિકરૂપે ટી-શર્ટ તથા ટેનીસ ક્રિકેટના બેટ આપ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers