ખેતરમાં ધમધમતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ નો દરોડો

પ્રતિકાત્મક
કાલોલ તાલુકાના ધુળા ખાતુની મુવાડી ખાતે દરોડા
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ કાલોલ તાલુકાના ધુળા ખાતુની મુવાડી ખાતે ખેતરમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા દરોડો પાડવામાં આવતા સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
પોલીસે દારૂ સહિત ફુલ.રૂ .૧.૪૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડી બુટલેગર અને તેને મદદગારી કરનાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ને બાતમી મળી હતી કે કાલોલના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક પોલીસ ની રહેમ નજર હેઠળ દારૂ નો અડ્ડો ધમધમી રહ્યો છે
જે બાતમીના આધારે પોલીસ ટીમે બાતમી મુજબના ખેતરમાં અને ધરોમાં રેડ કરી ભારતીય બનાવટ ની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ -૭૭૫ તથા બીયર ટીન નંગ -૧૨૦ મળી કુલ -૮૬૫ જેની કી.રૂ .૧,૨૩,૭૪૦ તથા દારૂના વેચાણ ના રોકડા રૂ .૩૧૨૦ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ .૧.૪૨ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે બુટલેગર યોગેશ નરવતસિંહ ચોહાણ રહે , ધુળા ખાતુની મુવાડી સાથે મદદગારી કરનાર બે સગીર બાળકોને પણ ઝડપી પાડયા હતા.
બુટલેગર યોગેશ બાળકો પાસે ભણવાની ઉંમરે ખુલ્લા ખેતરમાં બિન્ધાસ્ત દારૂનું વેચાણ કરવા માટે બેસાડતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્ટેટ ની પોલીસે અચાનક દરોડો પાડી બુટલેગર યોગેશ ને દબોચી લીધો હતો.