Western Times News

Latest News from Gujarat India

ઝહીર સાથે લગ્નની વાત સાંભળીને ચીડાઈ સોનાક્ષી

સોનાક્ષીએ વિડીયો શેર કરતાં લખ્યું, પ્રપોઝલ, રોકા, મહેંદી, સંગીત બધું જ નક્કી કરી દીધું છે તો પ્લીઝ મને પણ જણાવી દો

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આજકાલ તેની ફિલ્મો કરતાં રિલેશનશીપને કારણે વધારે ચર્ચામાં રહે છે. સોનાક્ષી સિન્હા એક્ટર ઝહીર ઈકબાલને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. હાલમાં જ સોનાક્ષીના બર્થ ડે પર ઝહીરે ‘આઈ લવ યુ’ કહેતો વિડીયો શેર કરતાં જ બંનેના લગ્નની ચર્ચા થવા લાગી. કેટલાક મીડિયા રિપોર્ટમાં તો સોનાક્ષી અને ઝહીર આ વર્ષે લગ્ન કરવાના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

હવે સોનાક્ષી સિન્હાએ મીડિયામાં તેના લગ્ન વિશે વહેતા થયેલા અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કર્યું છે. જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘હું મીડિયાને પૂછું છુંઃ કેમ મારા લગ્ન કરાવવા મારી પાછળ પડ્યા છો?’ જેનો જવાબ એક્ટ્રેસે મીડિયા બનીને પોતે જ શાહરૂખ ખાનના એક ડાયલોગનું લિપ-સિંક કરીને આપ્યો છે.

જેમાં તે કહે છે, ‘અચ્છા લગતા હૈ મુજે, બહોત મઝા આતા હૈ.’ સોનાક્ષીએ વિડીયો શેર કરતાં લખ્યું, “પ્રપોઝલ, રોકા, મહેંદી, સંગીત બધું જ નક્કી કરી દીધું છે તો પ્લીઝ મને પણ જણાવી દો.” આ વિડીયો પર લાફિંગ ઈમોજી દ્વારા ઝહીરે કોમેન્ટ કરી છે.

દરમિયાન ૨ જૂને સોનાક્ષી સિન્હાનો બર્થ ડે હતો ત્યારે ઝહીર ઈકબાલે એક વિડીયો શેર કરીને સોનાક્ષી સાથેના સંબંધો પર મહોર મારી હતી! ઝહીરે વિડીયો શેર કરતાં લખ્યું હતું, “હેપી બર્થ ડે સોન્ઝ. મને મારી ના નાખવા માટે આભાર. આઈ લવ યુ. ફૂડ, ઝઘડો, પ્રેમ અને હાસ્ય આમ જ ચાલતા રહે. પી.એસ.- આપણે એકબીજાને ઓળખીએ છીએ ત્યારથી અત્યાર સુધીની બધી જ ખાસ ક્ષણ આ વિડીયોમાં છે.”

આ વિડીયો પર કોમેન્ટ કરતાં સોનાક્ષીએ લખ્યું હતું, ‘થેન્ક્યૂ. લવ યુ. હવે હું તને મારવા આવી રહી છું.’ વર્કફ્રંટની વાત કરીએ તો, સોનાક્ષી અને ઝહીર ડબલ XL નામની ફિલ્મમાં સાથે જાેવા મળશે. આ ફિલ્મ સતરામ રામાણીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં ઝહીર અને સોનાક્ષી ઉપરાંત હુમા કુરેશી પણ છે.SS1KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers