Western Times News

Gujarati News

‘અગ્નિપથ ભરતી યોજના’ અંતર્ગત સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે

નવીદિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેના દ્વારા સેનામાં જાેડાનારા જવાનોની સરેરાશ ઉંમર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે અને સંરક્ષણ દળોના ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ અગ્નવીર યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. જાે કે ચાર વર્ષ બાદ મોટાભાગના જવાનોને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે.નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સેનામાં સુધારાને લઈને મોટા ફેરફારોની તૈયારી કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરી શકે છે.

આ પહેલા ત્રણેય સેનાના વડાઓ એટલે કે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે પણ ગયા અઠવાડિયે પીએમ મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.આ યોજના હેઠળ યુવાનો થોડા સમય માટે સેનામાં ભરતી થઈ શકશે. આ યોજનાને અગ્નિપથ યોજના નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત યુવાનો ચાર વર્ષ સુધી સેનામાં જાેડાઈ શકશે અને દેશની સેવા કરી શકશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે,

જેના દ્વારા સેનામાં જાેડાનારા જવાનોની સરેરાશ ઉંમર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે અને સંરક્ષણ દળોના ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના હેઠળ યુવાનો (અગ્નવીર)ને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. જાે કે ચાર વર્ષ બાદ મોટાભાગના જવાનોને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે.ચાર વર્ષના ગાળા બાદ સેનાની સેવામાંથી મુક્ત થનાર યુવાનોને મેળવવામાં સેના પણ સક્રિય ભૂમિકા ભજવશે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે જાે કોઈ વ્યક્તિ સેનામાં ચાર વર્ષ સુધી સેવા આપે છે, તો તેની પ્રોફાઇલ મજબૂત બનશે અને દરેક કંપની આવા યુવાનોને નોકરીમાં લેવામાં રસ દાખવશે.

આ સિવાય ૨૫ ટકા સૈનિકો સેનામાં રહી શકશે જે કુશળ અને સક્ષમ હશે. જાે કે, આ પણ ત્યારે જ શક્ય બનશે જાે તે સમયે સેનામાં ભરતી થશે. આ પ્રોજેક્ટને કારણે સેનાને પણ કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. એક તરફ ઓછા લોકોને પેન્શન આપવું પડશે તો બીજી તરફ પગારમાં પણ બચત થશે.HS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.