પંજાબના કોંગ્રેસી નેતાઓને જાનથી મારી નાંખવાની ધમકી મળી
લુધિયાણા, પંજાબી સિંગર સિદ્ધૂ મૂલે વાલાની હત્યા બાદ અનેક લોકોને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. સૌ પ્રથમ આવી ધમકી બોલિવુડ એક્ટર સલમાન ખાનને મળી હતી.સલમાન ખાન બાદ હવે કોંગ્રેસી નેતાઓને પણ ધમકીભર્યા કોલ અને મેસેજ આવવા લાગ્યા છે. તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે કે, ‘તેમની હાલત પણ સિદ્ધૂ મૂલે વાલા જેવી થશે.’ લુધિયાણાના કોગ્રેસી સાંસ દ રવનીત સિંહ બિટ્ટૂ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુલદીપ બિશ્નોઈને વિવિધ મુદ્દાઓ ઉપર મૂસે વાલા જેવી હાલત કરવાની ધમકીઓ મળી રહી છે. બિટ્ટૂના અંગત મદદદનીશ હરજિંદર સિંહે જણાવ્યું કે, ‘આ કોલ એક આંતરરાષ્ટ્રીય નંબર ઉપરથી કરવામાં આવ્યો હતો.’
રવનીત સિંહ બિટ્ટૂના પીએ હરજિંદર સિંહના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, ‘અમે અમારી યાદીમાં બિટ્ટૂનું નામ સામેલ કરી લીધું છે.’ સિંહે કહ્યું હતું કે, ફોન કરનારે આ ધમકી ઉગ્રવાદી નેતા જનરલ સિંહ ભિંદરાવાલા વિરુદ્ધ નિવેદન આપવા માટે આપી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, બિટ્ટૂને ધમકીભર્યા કોલ વિશે જાણ કરવામાં આવી છે. હાલમાં તેઓ પોતાના પરિવાર સાથે બહાર ફરવા ગયા છે.
લુધિયાણાના પોલીસ કમિશ્નર કૌસ્તુભ શર્માએ જણાવ્યું કે, આ કેસ નાયબ પોલીસ કમિશ્નરને મોકલવામાં આવ્યો છે.કોંગ્રેસના અન્ય એક નેતા કુલદીપ બિશ્નોઈને પણ અજાણ્યા વ્યક્તિઓ તરફથી આવી જ ધમકીઓ મળી હતી. તેમને પણ એક અજાણ્યા નબંર ઉપરથી મેસેજ આવ્યો હતો કે, તામારા કારણે આખા સમાજની બદનામી થઈ રહી છે. તમારામાં બદલાવ લાવો તો સારૂં, નહીંતર તમારી હાલત પણ મૂસે વાલા જેવી કરી દઈશું…. તમને કૂતરાના મોતે મારી નાંખવામાં આવશે. આ મામલે કુલદીપ દ્વારા આદમપુર પોલીસ સ્ટેશન ખાતે ધમકીભર્યા કોલની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસની FIR નોંધવામાં આવી છે.HS2KP