હૈદ્રાબાદમાં કિશોરી પર બળાત્કાર કેસમાં ધારાસભ્યના પુત્રને આરોપી બનાવાયો

હૈદરાબાદ,હૈદરાબાદ ગેંગરેપ મામલે એઆઈએમઆઈએમના એક ધારાસભ્યનો સગીર પુત્રને પણ આરોપી ગણાવવામાં આવ્યો હતો. હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં ૨૮ મેના રોજ એક પાર્ટી બાદ ઘરે પરત ફરી રહેલી ૧૭ વર્ષની છોકરી સાથે ૬ યુવકોએ કથિત રીતે ગેંગરેપ કર્યો હતો. તેમાં આરોપી છોકરાઓ રાજકીય પરિવાર સાથે સબંધ ધરાવતા હતા. ત્યારબાદ આ મામલો હૈદરાબાદ સહિત દેશ ચર્ચામાં છે.
આ ૬ આરોપીઓમાંથી એક વયસ્ક અને ૫ સગીર છે. સગીર છોકરી સાથે ગેંગરેપ મામલે એક વીડિયો ક્લિપ અને કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં એઆઈએમઆઈએમના એક ધારાસભ્યનો પુત્ર પણ ઘટના સ્થળ પર નજર આવી રહ્યો છે. આ વીડિયો ક્લિપ અને તસવીરો એક બીજેપી ધારાસભ્યએ શેર કરી હતી અને ઘટના સમયે એઆઈએમઆઈએમધારાસભ્યનો પુત્ર પણ ઘટના સ્થળે હાજર હોવાની વાત કહી હતી.
નેતાએ દાવો કર્યો હતો કે, સગીર છોકરી સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્યનો પુત્ર પણ સામેલ હતો.બીજી તરફ પોલીસ કાર્યવાહીમાં વિલંબનો આરોપ લગાવતા ભાજપ વિધાયક રઘુનંદન રાવે કહ્યું હતું કે, પોલીસે ધારાસભ્યના પુત્રનું નામ આરોપીના રૂપમાં કેમ નથી લીધું.SS2KP