Western Times News

Gujarati News

સલમાન ખાનને મારવા ઘરની બહાર શાર્પ શૂટર ગોઠવાયો હતો

મુંબઈ, સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર આપવાના કેસમાં ગુરુવારે મહત્વનો ખુલાસો થયો હતો. બોલિવુડ સુપરસ્ટાર અને તેના ફિલ્મ રાઈટર પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ વિક્રમ બ્રાર તરીકે થઈ છે. વિક્રમ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાગરિત છે, તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગુરુવારે આ ખુલાસો થયા બાદ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે.

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાનો માત્ર ધમકી જ નહોતી અપાઈ યોજના પણ તૈયાર હતી. સલમાનને મારવા માટે તેના ઘરની બહાર શાર્પશૂટર ગોઠવવામાં આવ્યો હતો.એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસથી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનની હત્યા માટે શાર્પશૂટરને મોકલ્યો હતો.

મોડિફાઈ કરેલી હોકીમાં સ્મોલ-બોરનું હથિયાર ફિટ કરવામાં આવ્યું હતું અને તેનાથી જ સલમાનનું કાસળ કાઢી નાખવાનું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લોરેન્સ અને તેના સાગરીતો સલમાન ખાનની હિલચાલ પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. તેમને ખબર હતી કે સલમાન ખાન ઘરની આસપાસના વિસ્તારમાં બોડીગાર્ડ વિના સાયકલિંગ કરવા માટે જાય છે.

પ્લાન એવો હતો કે સલમાન ખાન એક ઈવેન્ટમાં જવા માટે ઘરેથી નીકળે ત્યારે તેની મારી નાખવાનો. જાેકે, તે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત હોવાથી સલમાનની ઘરની બહાર બેઠો શાર્પશૂટર ડરી ગયો હતો. પકડાઈ જવાના ડરે છેલ્લી ઘડીએ તેણે પ્લાનમાંથી પીછેહઠ કરી હતી.

રિપોર્ટ પ્રમાણે, બ્રાર હાલ વિદેશમાં છે અને તેની સામે વિવિધ રાજ્યોના થઈને બે ડઝન ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. અગાઉ મુંબઈ પોલીસને શંકા હતી કે, સલમાન ખાનને ધમકી આપવાના મામલે બિશ્નોઈ ગેંગનો હાથ હોઈ શકે છે. જે બાદ ખાન પરિવારના બાંદ્રામાં આવેલા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી વધારવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટમાં એવા પણ ઉલ્લેખ છે કે, મુંબઈ પોલીસને શંકા હતી કે હુમલાખોરોએ આ વિસ્તાર અને ખાન પરિવારની હિલચાલની રેકી કરી હતી.૧૯૯૮માં સલમાન ખાન રાજસ્થાનમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના પર કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો.

એ વખતે બિશ્નોઈએ સલમાનને મોતને ઘાટ ઉતારવાની કસમ ખાધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, સલીમ ખાન ગત રવિવારે નિત્યક્રમ મુજબ બાંદ્રા બેન્ડસ્ટેન્ડ ખાતે જાેગિંગ કર્યા બાદ સવારે ૭.૩૦ કલાકની આસપાસ બાંકડા પર બેસીને આરામ કરી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં ધમકીભર્યો પત્ર આપવામાં આવ્યો હતો. આ પત્રમાં એલબી લખેલું હતું, જે લોરેન્સ બિશ્નોઈના નામના શરૂઆતના અક્ષરો હોવાનો અંદાજાે હતો.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.