Western Times News

Gujarati News

ભગવાન સ્વામિનારાયણની ૧૯૨મી અંતર્ધાન તિથિએ ૧૭ સંસ્થાઓમાં વડતાલ મંદિર દ્વારા ભોજન પ્રસાદ વિતરણ 

વડતાલ સંસ્થા દ્વારા જીલ્લાની ૧૭ જેટલી બાળ કન્યા, મુક બધિર વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં પ્રસાદ રૂપ ભોજન આપવામાં આવ્યું હતું. આજથી ૧૯૨ વર્ષ પહેલા ભગવાનશ્રી સ્વામીનારાયણે ગઢપુર મુકામે પાંચભૌતિર દેહનો ત્યાગ કર્યો હતો.

મુખ્ય કોઠારી ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રીજી મહારાજનો સ્વભાવ પરદુખહારી હતો. આજે તેમની તિરોધાન તિથી છે. એ સત્સંગ માટે અસહ્ય ઘડી ગણાય. આ દિવસે ભગવાનને જે પ્રિય હતા એવી લોકોની સેવા કરવાથી આશ્વાસન મળે છે. એ ભાવ સાથે સંસ્થા , આચાર્ય શેરી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી આવા અનેક સેવા કરે છે.

આજે એ તિથીએ છેલ્લાં ઘણા વર્ષોથી હિન્દુ અનાથાશ્રમ , મુક બધિર વિદ્યાલય , જલારામ વૃદ્ધાશ્રમ ,ઉત્તર બુનિયાદ કન્યા વિદ્યાલય, આનંદધામ , જાગૃતિ મહિલા સંગઠન , જલારામ વિસામો વગેરે ૧૭ જેટલી સંસ્થાઓમાં ૭૦૦ જેટલા લાભાર્થીઓ પ્રસાદ રૂપ ભોજન આપવામાં આવ્યું હતું . આ સમગ્ર વ્યવસ્થા શ્યામ વલ્લભ સ્વામી તથા વડતાલ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.