Western Times News

Gujarati News

સાસુના મૃત્યુ સમયનો કિસ્સો યાદ કરીને અર્ચનાની આંખો ભરાઈ આવી

મુંબઈ, ક્યારેક ખુલીને હસતાં ચહેરા પાછળ અપાર દુઃખ છુપાયેલું હોય છે. અર્ચના પૂરણ સિંહ, જે છેલ્લે ધ કપિલ શર્મા શોની જજ તરીકે જાેવા મળી હતી તે હસવાની સ્ટાઈલ માટે જાણીતી છે. તે જે રીતે હસે છે તેને જાેઈને ભલભલાને હસવું આવી જાય.

Archana’s eyes filled with tears as she remembered the story of her mother-in-law’s death

ઘણીવાર શોના દર્શકો તેને તેમ કહીને ટ્રોલ કરી ચૂક્યા છે કે, ‘અર્ચના માત્ર હસવાના પૈસા લે છે’. મોટાભાગના સેલિબ્રિટી જ્યારે ટ્રોલ થાય ત્યારે વળતો જવાબ આપીને શાંત બેસે છે. પરંતુ, અર્ચના પૂરણ સિંહના કેસમાં તેવું નથી. કોઈ ગમે તે કહે તે મન પર લેતી નથી અને દરેક વખતે હસતી જ જાેવા મળે છે.

જાે કે, તેની સાથે ઘણીવાર એવુ થયું જ્યારે દુઃખમાં હોવા છતાં તેણે હસવા માટે મજબૂર કરવામાં આવી હતી. તેણે હાલમાં તે સમયનો કિસ્સો વર્ણવ્યો છે જ્યારે તેના સાસુનું નિધન થયું હતું. ધ કપિલ શર્મા શોની ટીમ વિદેશમાં પર્ફોર્મ કરવાની હોવાથી ટીવી પરથી હાલ પૂરતો બ્રેક લીધો છે. અર્ચના પૂરણ સિંહ તેમની સાથે જવાની નથી અને તે ‘ઈન્ડિયાસ લાફ્ટર ચેમ્પિયન’માં જાેવા મળશે.

તેમાં તેની સાથે શેખર સુમન પણ છે. જ્યારે રોશેલ રાવ શો હોસ્ટ કરશે. શોની લોન્ચ ઈવેન્ટ દરમિયાન અર્ચના પૂરણ સિંહે તે કિસ્સો સંભળાવ્યો હતો, જેને યાદ કરીને તેની આંખમાં આજે પણ આંસુ આવી જાય છે.

ઈવેન્ટ દરમિયાન શેખર સુમને કહ્યું હતું કે, અર્ચના પૂરણ સિંહનું નામ ગિનીઝ બુકમાં નોંધાવવું જાેઈએ. તે એક જગ્યાએ બેસીને લોકોને હસાવતી રહે છે. ‘નવો શો આવી રહ્યો છે પરંતુ અર્ચનાની ખુરશી નથી બદલાઈ. તેમણે બીજી જગ્યાએ જઈને કામ માગવાની જરૂર જ ન પડી. લોકો સામે ચાલીને તેમને કામ આપી રહ્યા છે. તેઓ જીવંત વ્યક્તિ છે. તેઓ બીજાને હસાવતા રહે છે.

અમે સેલ્સપર્સન છીએ, જે ખુશીઓ વહેંચે છે. અર્ચનાએ કહ્યું હતું કે ‘અમારે હંમેશા હસતાં રહેવું પડે છે. ઘણીવાર અમારા હાસ્ય પાછળ પીડા છુપાયેલી હોય છે, જે લોકોને દેખાતી નથી. કેટલીકવાર ન ઈચ્છતા હોવા છતાં હસવું પડે છે. આર્ટિસ્ટનું જીવન આ જ છે.

આજે જ્યારે હું તે દિવસને યાદ કરું છું ત્યારે આંખમાં આંસુ સરી પડે છે. કોમેડી સર્કસ વખતની વાત છે, જ્યારે હું શૂટિંગ કરી રહી હતી. મારા સાસુ વધારે બીમાર હતા.

તેઓ સારવાર માટે અંબાણી હોસ્પિટલ ગયા હતા પરંતુ મારે શૂટ પર જવાનું હતું. હું શૂટ પર જતી રહી અને સાંજે ૬ વાગ્યે મને જાણ થઈ કે તેઓ રહ્યા નથી. મેં સેટ પર કહ્યું હતું કે, મારે નીકળવું પડશે. મારા સાસુનું નિધન થયું છે. તેના પર તે લોકોએ કહ્યું હતું કે, ૧૫ મિનિટ રિએક્શન આપ્યા બાદ જ હું જઈ શકું છું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.