Western Times News

Gujarati News

એજ્યુકેશન ઈન્સ્ટિસ્યુટના ભ્રામક પ્રચાર માટે અલ્લુ અર્જુન સામે કેસ

IIT-NITના રેન્કર્સ વિશે જાણકારી આપતી શ્રી ચૈતન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટની એક એડને પ્રમોટ કરી હતી

નવી દિલ્હી, સાઉથના મેગા સ્ટાર અલ્લુ અર્જુન પુષ્પાઃ ધ રાઈઝના રિલીઝ બાદ એક પેન ઈન્ડિયા સુપર સ્ટાર બની ગયા છે. તેઓ એટલા પોપ્યુલર થઈ ગયા છે કે, ફેન્સ અત્યારથી જ પુષ્પા ૨ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ઘણી બ્રાન્ડસે તેમને એન્ડોર્સમેન્ટ માટે સાઈન કર્યા છે.

આ દરમિયાન અલ્લુ અર્જુન એક નવા વિવાદમાં ફસાયા છે. એક અહેવાલ પ્રમાણે એક એજ્યુકેશન ઈન્સ્ટિસ્યુટના ભ્રામક પ્રચાર એટલે કે, એડમાં ખોટી જાણકારી આપવાના આરોપમાં અલ્લુ અર્જુનની સામે કેસ નોંધાયો છે. અલ્લુ અર્જુને ૬ જૂનના રોજ આઈઆઈટી અને એનઆઈટીના રેન્કર્સ વિશે જાણકારી આપતી શ્રી ચૈતન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુશન્સની એક એડને પ્રમોટ કરી હતી.

હવે તેના પર સોશિયલ વર્કર કોઠા ઉપેન્દ્ર રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે, આ એડ ભ્રામક છે અને લોકોને ખોટી જાણકારી આપે છે. સામાજિક કાર્યકર્તાએ અંબરપેટ પોલીસ પાસે અલ્લુ અર્જૂન સામે ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે અને આ કેસમાં કાર્યવાહીની પણ માંગ કરી છે. આ અગાઉ રૈપિડો કંપનીના એક પ્રચાર પર ટીએસઆરટીસીએ આરોપ લગાવ્યો હતો કે, તેમને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

ટીએસઆરટીસીના સીઈઓ વીસી સજ્જનારે બાઈક ટેક્સી એપ રૈપિડો અને અલ્લુ અર્જૂનને પણ ચેતવણી આપી હતી કે, તેઓ તેમને કાયદાકીય નોટિસ મોકલશે. બીજી તરફ અલ્લુ અર્જૂન અગાઉ પણ ઝોમેટોને એન્ડોર્સ કરવા માટે વિવાદોનો સામનો કરી ચૂક્યા છે.

તાજેતરમાં જ અલ્લુ અર્જુન પોતાની પત્ની સ્નેહા રેડ્ડી અને બાળકો અલ્લુ અયાન અને અલ્લુ અરહા સાથે વિદેશમાં રજાઓ ગાળીને પરત ફર્યો છે. સોશિયલ મીડિયા પર તેમની વેકેશનની તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. લોકોને પોતાના ફેવરેટ સ્ટારનો આ ફેમિલી મેન વાળો અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.