Western Times News

Gujarati News

નવીન જિંદલે કહ્યું કે મારા પરિવારના જીવ પર ખતરો

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી પર વિવાદ શરૂ થયા બાદ નવીન જિંદલને ભાજપે પાર્ટીમાંથી બહાર કર્યા હતા

નવી દિલ્હી,  ભાજપમાંથી બહાર કરાયેલા નવીન જિંદલ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તે પરિવાર સહિત દિલ્હી છોડીને જતા રહ્યા છે. પયગંબર મોહમ્મદ વિરુદ્ધ તેમની ટિપ્પણી પર વિવાદ શરૂ થયા બાદ જિંદલને ભાજપે પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા.

મહત્વનું છે કે નૂપુર શર્માની ટિપ્પણી બાદ જિંદલે સોશિયલ મીડિયા પર તેના સમર્થનમાં ટ્‌વીટ કર્યુ હતું. Navin Jindal gets death threats for ‘controversial’ tweet demands security from govt- suspects hand of ‘toolkit’ gang in turning his tweet into a global issue

ભાજપના પૂર્વ નેતાએ આરોપ લગાવ્યો કે તે કોઈને મળવા ગયા તો કેટલાક લોકો તેમનો પીછો કરી ચુક્યા છે. તેમણે તેની માહિતી પોલીસને આપી હતી.

પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી હતી, કારણ કે સોશિયલ મીડિયા પર સમાચાર ચાલી રહ્યાં હતા કે અજાણ્યા લોકોએ કથિત રીતે તેના ઘરની રેકી કરી હતી.

એક ટ્‌વીટ કરી ભાજપના પૂર્વ નેતાએ કહ્યું- ‘મારી બધાને ફરી વિનંતી છે કે મારી અને મારા પરિવારના સભ્યોની કોઈ પણ પ્રકારની જાણકારી કોઈને આપો નહીં. મારી વિનંતી છતાં ઘણા લોકો મારા ઘરનું સરનામુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે, કારણ કે ઇસ્લામિક કટ્ટરપંથીઓથી મારા પરિવારના જીવને ખતરો છે.’

નવીન જિંદલે એક અન્ય ટ્‌વીટમાં કહ્યુ છે, હાલ મારા અને મારા પરિવારના સભ્યોની હત્યા કરવાની ધમકીઓ મળી છે. ધમકી આવનારે અમને સવારે ૧૧ઃ૩૮ કલાકે ૯૧૮૯૮૬૧૩૩૯૩૧ આ નંબરથી ફોન કર્યો છે. મેં પોલીસને તેની જાણ કરી છે.
મહત્વનું છે કે પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર દેશમાં વિવાદ ઉભો થયો છે.

કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ પણ જાેવા મળી છે. આંદોલનકારીઓ નૂપુર શર્મા અને નવીન જિંદલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેની ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.