Western Times News

Gujarati News

ગણતરીના દિવસોમાં જ હાંફી ગઈ સમ્રાટ પૃથ્વીરાજ?

akshay kumar responsible for samrat prithviraj movie

મુંબઈ, એક્ટર અક્ષય કુમાર, માનુષી છિલ્લર, સંજય દત્ત અને સોનુ સૂદની બોલિવૂડ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ તારીખ ૩ જૂન, ૨૦૨૨ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. છેલ્લાં ૯ દિવસ દરમિયાન ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન રહ્યું નથી.

અત્યાર સુધીમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું બોક્સ ઓફિસ કલેક્શન ૬૦ કરોડ સુધી પણ પહોંચ્યું નથી. ત્યારે એવા પણ ન્યૂઝ જાણવા મળ્યા છે કે ઘણાં એવા થિયેટર્સ છે કે જેમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની એકપણ ટિકિટ વેચાઈ નહીં અને શૉ કેન્સલ કરવા પડ્યા. રિલીઝના ૯મા દિવસે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની બોક્સ ઓફિસ પર કમાણી ૨.૩૦ કરોડ થઈ હોવાનું રિપોર્ટથી જાણવા મળે છે.

સમ્રાટ પૃથ્વીરાજ’ની બોક્સ ઓફિસ જર્ની ખાસ્સી ધીમી જાેવા મળી રહી છે. આદિત્ય ચોપરાની રૂઇહ્લને બોક્સ ઓફિસ પર સતત બીજાે આઘાત સહન કરવો પડી રહ્યો છે.

કારણકે, અગાઉ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘જયેશભાઈ જાેરદાર’ ફ્લોપ રહી અને હવે અક્ષય કુમારની મોટા બજેટની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની ખર્ચો નીકળે એટલી પણ કમાણી થઈ નથી. સમ્રાટ પૃથ્વીરાજ’ની બોક્સ ઓફિસ પર અત્યારે એવી સ્થિતિ છે કે દરરોજ તેના ઘણાં શૉ કેન્સલ થઈ રહ્યા છે.

‘સમ્રાટ પૃથ્વીરાજ’ સમગ્ર દેશમાં ૩૭૫૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી પણ હવે તો એવી સ્થિતિ છે કે કેટલાંક શૉની એકપણ ટિકિટનું વેચાણ થયું નથી. જેથી, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના શૉ કેન્સલ કરવા પડી રહ્યા છે. અક્ષય કુમાર માટે છેલ્લાં ૧૦ મહિનામાં આ ત્રીજા ચોંકાવનારા સમાચાર છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અગાઉ અક્ષય કુમારની બચ્ચન પાંડે અને બેલ બૉટમનું બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન રહ્યું નથી.

સમ્રાટ પૃથ્વીરાજ’ ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને તેમની વીરતાની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમારે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી છે. અક્ષય સિવાય આ ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, માનવ વિજ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકાઓમાં છે.

આ ફિલ્મથી મિસ વર્લ્‌ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મને ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી છે અને ડાયરેક્ટ પણ કરી છે. અક્ષય સિવાય ફિલ્મમાં સોનુ સૂદે ચંદ બરદાઈનું પાત્ર ભજવ્યું છે, માનુષી છિલ્લરે રાજકુમારી સંયોગિતા અને માનવ વિજે ભારત પર હુમલો કરનાર સુલ્તાન મોહમ્મદ ઘોરીનું પાત્ર ભજવ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ બનાવવા માટે ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી પાછલા ૧૮ વર્ષથી રિસર્ચ કરી રહ્યા હતા. જાે આ વાત સાચી છે તો ફિલ્મ ઐતિહાસિક તથ્યો સાથે ન્યાય કરશે. ડોક્ટર દ્વિવેદી આ પહેલા દૂરદર્શન માટે ‘ચાણક્ય’ જેવી સફળ સીરિયલ બનાવી ચૂક્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.