Western Times News

Gujarati News

કોરોનાની ચોથી લહેરના સંકેત હોવાનો નિષ્ણાતોનો ઈનકાર

નવી દિલ્હી, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ વધતા દૈનિક આંકડામાં ઉછાળો નોંધાયો છે. આવામાં ચોથી લહેર તરફ ઈશારો થઈ રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૮,૦૮૪ કેસ નોંધાયા છે અને ૧૦ દર્દીઓના જીવ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સવારે (૧૩મી જૂન, ૨૦૨૨) રજૂ કરાયેલા આંકડા પ્રમાણે એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૭,૯૯૫ થઈ ગઈ છે.

રવિવારની સરખામણીમાં એક્ટિવ કેસમાં ૩,૪૮૨નો વધારો થયો છે. ૧૨ જૂને પૂર્ણ થયેલા અઠવાડિયામાં લગભગ ૫૦ હજાર કોવિડ કેસ નોંધાયા જે મહામારીની ત્રીજી લહેર પછી સૌથી વધુ છે. પાચળા અઠવાડિયે ૨૩,૦૦૦થી વધારે કેસ નોંધાયા હતા. લગભગ તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જાેકે, રાહતની વાત એ છે કે નવા કેસની સામે મૃત્યુઆંક કંટ્રોલમાં છે.

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, કેસની સંખ્યામાં વધારો થતા સરકારો પણ એક્શનમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા સરકાર એક્શનમાં આવી છે. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધતા કેસની સાથે રસીકરણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથે હોસ્પિટલની વ્યવસ્થાઓ અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૭,૩૮૦ કેસ નોંધાયા છે. પાછલા અઠવાડિયે અહીં નોંધાયેલા ૭,૨૫૩ કેસ ૧૪૦%નો ઉછાળો નોંધાયો છે. જ્યારે કેરળમાં ૧૪,૫૦૦ કરતા વધુ કેસ નોંધાયાનું અનુમાન છે. રાજ્ય સરકારેના એક દિવસના ડેટા રજૂ કરવાના બાકી છે. કેરળમાં પાછલા અઠવાડિયાની સરખામણીમાં આ વખતે ૭૦% કેસ વધ્યા છે. ભારતમાં અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કેસમાંથી આ બે રાજ્યોના કેસની ટકાવારી ૬૫% થાય છે.

દેશના લગભગ તમામ ભાગોમાં સંક્રમણ વધ્યું છે. સાપ્તાહિક આંકડા જાેઈએ તો કર્ણાટકમાં ૨,૭૯૫ કેસ (પાછલા અઠવાડિયા કરતા ૮૪% કેસ વધ્યા), તામિલનાડુમાં ૧,૨૯૯ કેસ (૬૩% કેસ વધ્યા), તેલંગાણામાં ૮૫૧ કેસ (૯૭% કેસ વધ્યા) જ્યારે પાછલા આંધ્રપ્રદેશમાં ૧૧૭ કેસ (૮૬% કેસ વધ્યા) નોંધાયા છે.ગુજરાતમાં પાછલા અઠવાડિયાની સરખામણીમાં કેસ બમણા થયા છે. અહીં ૭૯૦ નવા કેસ નોંધાયા છે.

પશ્ચિમ બંગાળમાં ૬૬૩ કેસ નોંધાયા છે જ્યારે પંજાબમાં ૨૫૦ કેસ નોંધાયા છે. બિહારમાં પાછલા બે દિવસમાં નવા કેસની સંખ્યામાં વધારો થયો છે.કોરોનાના કેસમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે ચોથી લહેરની અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણાં એક્સપર્ટ્‌સે કેસમાં ઉછાળો નોંધાતા નવી લહેરના સંકેત હોવાનો ઈનકાર કર્યો છે. હેલ્થ એક્સપર્ટ મુજબ કોરોનાના આંકડામાં આવતા ચઢાવ-ઉતાર જે મહામારીના એનડેમિક સ્ટેજમાં જાેવા મળતા હોય છે. જાેકે, તેમણે કહ્યું કે આગામી થોડા અઠવાડિયા સુધી કોરોનાના આંકડા પર નજર રાખવાની જરુરી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.