Western Times News

Gujarati News

આયુષ અને CAMS સર્વેક્ષણો પર પ્રાદેશિક તાલીમ પરિષદ યોજાશે

પ્રતિકાત્મક

ભારત સરકાર 1950થી વૈજ્ઞાનિક નમૂના લેવાની પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો પર આંકડા એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણો હાથ ધરી રહી છે. એનએસએસનો 79મો રાઉન્ડ જુલાઈ 2022થી શરૂ થવાનો છે. Regional Training Conference on AYUSH and CAMS Surveys

આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ , સોવા રિગ્પા/અમ્ચી અને હોમિયોપેથી (આયુષ) પરના સર્વેની સાથે વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેક્ષણ (CAMS) દ્વારા સંખ્યાબંધ સતત વિકાસ લક્ષ્યાંકો (એસડીજી), સૂચકાંકોના સંકલન માટે અને આંકડાના સંગ્રહ માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે.

વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેક્ષણ (CAMS) સર્વેક્ષણ ઉચ્ચ-આવર્તન સામાજિક-આર્થિક સૂચકાંકો પરની માહિતીની ઉભરતી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે જે અન્ય કોઈપણ સ્ત્રોતો જેમકે વહીવટી ડેટા વગેરેમાંથી ઉપલબ્ધ નથી. વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેક્ષણ (સીએએમએસ) કેટલાક એસડીજી સૂચકાંકો પ્રાપ્ત કરવાના હેતુ માટે જરૂરી માહિતી એકત્ર કરશે

અને પેટા વૈશ્વિક સૂચકાંકોના સૂચકાંકો જેમાં સુરક્ષિત રીતે સંચાલિત પીવાના પાણીની સેવાઓનો ઉપયોગ કરતી વસતીનું પ્રમાણ, સલામત રીતે સંચાલિત સ્વચ્છતા સેવાઓ, મોબાઈલ ફોન/ નેટવર્ક ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ, ઔપચારિક નાણાકીય સંસ્થામાં ખાતુ ધરાવતી મહિલાઓનું પ્રમાણ, 15થી24 વર્ષની વયના યુવાનોનું પ્રમાણ જેઓ શિક્ષણ, રોજગાર અથવા તાલીમમાં નથી વગેરે.

આ સર્વેક્ષણ આયુષ પરના પ્રથમ અખિલ ભારતીય સર્વેક્ષણને પણ આવરી લેશે જે વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેક્ષણ (સીએએમએસ) સાથે એકસાથે હાથ ધરવામાં આવશે. આયુષ પરનો સર્વે વ્યાપક સૂચકાંકોના વિકાસ માટે માહિતી એકત્ર કરશે

જેમકે આયુષ સિસ્ટમથી વાકેફ વસતીની ટકાવારી, છેલ્લા 365 દિવસ દરમિયાન આયુષની સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયેલી વસતીની ટકાવારી, હોસ્પિટલમાં દાખલ થવા પર સારવાર લેવા માટે ઉપયોગમાં લેવાતી આયુષની સિસ્ટમ, આયુષની દવાઓ પર થયેલો ખર્ચ, છેલ્લા 365 દિવસ દરમિયાન બહારનો દર્દી, પ્રિ-નેટલ અને પોસ્ટ નેટલ કેર વગેરે માટે આયુષ દવાઓનો ઉપયોગ વગેરે.

આ સર્વેક્ષણ આંદામાન અને નિકોબાર ટાપુઓના ગામડા કે જ્યાં પહોંચવું મુશ્કેલ છે તેવા ગામડાઓ સિવાય સમગ્ર ભારતમાં કરવામાં આવશે. સર્વેક્ષણના વિવિધ પાસાઓની ચર્ચા કરવા માટે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના અધિકારીઓ કે

જેઓ ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સર્વે હાથ ધરશે તેમના માટે ત્રણ દિવસીય કોન્ફરન્સ 15મી જૂન, 2022થી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (એનઆઈઓએચ), મેઘાણીનગર અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાત સરકાર તરીકેના પણ સર્વે હાથ ધરશે, અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકના વરિષ્ઠ અધિકારીઓ પણ કોન્ફરન્સમાં ભાગ લેશે.

કોન્ફરન્સનું ઉદઘાટન ગુજરાત (પશ્ચિમ ક્ષેત્ર)ના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ. કે. ભાણાવત દ્વારા કરવામાં આવશે. મુખ્યાલય દિલ્હીના ઉપ મહાનિદેશક શ્રીમતી કંચના વી. ઘોષ, ગુજરાતના અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકની કચેરીના નિદેશક શ્રી રાકેશ પંડ્યા અને અમદાવાદના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગના ઉપ નિદેશક શ્રી જે. એસ. હોનરાવ પણ કોન્ફરન્સમાં ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.