Western Times News

Gujarati News

સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની આડમાં વેચાતો હતો દારૂ

બિહાર, અહીં પુસ્તકોની એક દુકાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની આડમાં દારૂ વેચાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બિહારની છે કે જ્યાં કેટલાંક લોકો પૈસાની લાલચમાં પુસ્તકની દુકાનમાં દારૂનું વેચાણ કરી રહ્યા હતા.

બિહારના સીતામઢીમાં પોલીસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના પુસ્તકોનું બોર્ડ લગાવીને તેની આડમાં દુકાનદાર દારૂનું વેચાણ કરતો હતો. અહીં દારૂબંધી હોવા છતાં પણ તસ્કરો મોટાપાયે સક્રિય છે. તસ્કરોની ધરપકડ પણ થઈ રહી છે.

ત્યારે સીતામઢીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના પુસ્તકોનું વેચાણ કરતી એક દુકાનમાં દારૂ વેચાતો હોવાની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. જ્યાં રેડ પાડીને દારૂની ૨૦ બોટલ જપ્ત કરવામાં આવી છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.

જેની કેપ્શનમાં એવું લખ્યું છે કે બિહારના સીતામઢીના સિનેમા ચોક પર પોલીસની તૈયારીનું બોર્ડ લગાવીને દુકાનકાર પુસ્તકોની આડમાં દારૂનું વેચાણ કરી રહ્યો હતો. એવું જાણવા મળે છે કે એલટીએફને ગુપ્ત સૂચના મળી હતી કે પુસ્તકોની એક દુકાનમાં દારૂ વેચાઈ રહ્યો છે.

જેથી એક વ્યક્તિને આ દુકાન પર દારૂ ખરીદવા મોકલાયો હતો. ત્યાં જ્યારે દુકાનદારે દારૂ હોવાની વાત સ્વીકારે કે તાત્કાલિક આ દુકાનમાં રેડ પાડીને પુસ્તકમાં છુપાયેલો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પુસ્તકની દુકાનમાંથી દારૂ જપ્ત કરાયો હોવાની જાણકારી મળતા જ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે પુસ્તકની દુકાનમાં દારૂ! આ દુકાન પર લગાવેલા પોસ્ટરમાં લખ્યું હતું કે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, પોલીસ અને રેલવેની તૈયારીના પુસ્તકો અને ગાઈડ મળે છે. ત્યાં ધાર્મિક પુસ્તકોનું વેચાણ થતું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ દુકાનદાર વધુ પૈસા કમાવાની લાલચે પુસ્તકોની દુકાનની આડમાં દારૂનું વેચાણ કરી રહ્યો હતો. પણ, તેની આ ચાલાકી પકડાઈ ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.