Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર આગામી ૧.૫ વર્ષમાં ૧૦ લાખ ભરતી કરશેઃ મોદીએ બધા વિભાગોને નિર્દેશ આપ્યો

નવીદિલ્હી, રોજગારના મુદ્દે હંમેશા વિપક્ષી દળોના સવાલોનો સામનો કરનાર મોદી સરકારે હવે જવાબ આપવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્ર સરકારના વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે પ્રધાનમંત્રી મોદીએ મિશન મોડમાં ભરતી અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપેલી જાણકારી પ્રમાણે વિભિન્ન વિભાગોમાં આગામી ૧.૫ વર્ષોમાં ૧૦ લાખ ભરતીઓ કરવામાં આવશે.

The central government will recruit 10 lakh in the next 1.5 years: Modi directed all departments

પીએમઓ ઇન્ડિયાના ટિ્‌વટર એકાઉન્ટથી ટિ્‌વટ કરવામાં આવ્યું છે. જેમાં કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ બધા મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંશાધનની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે આદેશ આપ્યો કે આગામી ૧.૫ વર્ષોમાં મિશન મોડમાં ૧૦ લાખ ભરતીઓ કરવામાં આવે. બધા વિભાગોએ ઝડપથી કાર્યવાહી કરવી પડશે, પ્રધાનમંત્રીનો નિર્દેશ સ્પષ્ટ છે કે નિયત સમયમાં ભરતી પ્રક્રિયા પુરી કરી લેવામાં આવે.

કેન્દ્રીય મંત્રી કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ ડો. જિતેન્દ્ર સિંહે ગત રાજ્યસભામાં ૧ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગમાં ૧ માર્ચ ૨૦૨૦ સુધી ૮.૭૨ લાખ પદ ખાલી હતી. હાલ આંકડા વધી ગયો હશે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બધા વિભાગોમાં કુલ ૪૦ લાખ ૪ હજાર પદ છે જેમાં ૩૧ લાખ ૩૨ હજાર પદો પર વર્તમાનમાં કર્મચારી નિયુક્ત છે.

આ રીતે ૮.૭૨ લાખ પદો પર ભરતીની જરૂર છે. આટલું જ નહીં ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ દરમિયાન ભરતીઓનો આંકડો આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે એસએસસી દ્વારા આયોજિત પરીક્ષાઓ દ્વારા ૨,૧૪,૬૦૧ કર્મચારીઓની ભરતી થઇ છે.

આ સિવાય આરઆરબી દ્વારા ૨,૦૪,૯૪૫ નિમણૂક આપવામાં આવી છે. જ્યારે યૂપીએસસીએ ૨૫,૨૬૭ ઉમેદવારોની પસંદગી કરી છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારના વિભાગોમાં છેલ્લા બે વર્ષમાં વધારે ભરતીઓ થઇ નથી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.