તળાવમાં ડૂબવાથી એક જ પરિવારની બે કિશોરીના મોત, બેનો બચાવ

દાહોદ, દાહોદ જિલ્લાના ખરોદા ગામે તળાવમાં ન્હાવા ગયેલી કિશોરીઓ ડૂબી ગઇ હતી. ચાર કિશોરી પૈકી એક જ પરિવારની બે કિશોરીના મોત થયા છે. જ્યારે અન્ય બે કિશોરીનો બચાવ થયો છે. પાણીમાં ડૂબી જનાર બંને કિશોરી એક જ પરિવારની હતી. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે.
દાહોદના ખરોદા ગામમાં તળાવમાં ચાર જેટલી કિશોરીઓ ન્હાવા ગઇ હતી. આ કિશોરીઓ તેની માતા સાથે તળાવમાં ગઇ હતી. જ્યાં પગ લપસતા બે કિશોરીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. કિશોરીઓને ડૂબતી જાેઇને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી. ગ્રામજનોએ કિશોરીઓને બચાવવા ખૂબ પ્રયત્ન કર્યો હતો, જાે કે આ બંને કિશોરીઓનું ડુબી જવાથી મોત થયુ છે.
જ્યારે અન્ય બે કિશોરીઓને ગ્રામજનોએ બચાવી લીધી હતી. બચી ગયેલી કિશોરીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.દાહોદના ખરોદા ગામના તળાવમાં ડૂબીને મૃત્યુ પામનાર બંને કિશોરીઓ એક જ પરિવારની હતી. તળાવમાં ન્હાવા પડેલી બે દીકરીઓને આ પરિવારે ગુમાવી દીધી છે.
જેથી સમગ્ર પરિવારમાં હાલ શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. તળાવમાંથી બંને કિશોરીઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ દાહોદ રુરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડ્યા હતા. તો પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.HS3KP