Western Times News

Gujarati News

ગુજરાત સરકાર રાજ્ય સ્તરની કૌશલ્ય સ્પર્ધા યોજશે

અમદાવાદ : ગુજરાત સરકાર  આવતા વર્ષે યોજાનારી ઈન્ડીયા સ્કિલ્સ કોમ્પિટીશનમાં સામેલ થવા માટે  અને  ચીનમાં શાંગહાઈ ખાતે વર્ષ 2021માં યોજાનાર વર્લ્ડ સ્કિલ કોમ્પિટીશનમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે સ્કિલ ઈન્ડીયા, નેશનલ સ્કિલ  ડેવલપમેન્ટ કોર્પોરેશન અને વર્લ્ડ સ્કિલ્સ ઈન્ડીયાના સહયોગથી રાજ્ય સ્તરની સ્કિલ કોમ્પીટીશન (કૌશલ્ય સ્પર્ધા)નુ આયોજન કરશે.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે ઈન્ડીયા સ્કિલ્સ ગુજરાત 2020 સામેલ થનાર ઉમેદવારો માટે પોતાનુ કૌશલ્ય અને પ્રતિભા  રજૂ કરવા માટેની ઉત્તમ તક બની રહેશે.

શ્રી મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સ્તરની સ્કિલ કોમ્પીટીશનના વિજેતાઓને પછી ઈન્ડીયા સ્કિલ કોમ્પીટીશનમાં  અને આખરે વર્લ્ડ સ્કિલ કોમ્પીટીશનમાં   પ્રાદેશીક સ્કિલ્સ કોમ્પીટીશનમાં  અને  આખરે વર્લ્ડ સ્કિલ્સ કોમ્પીટીશનમાં પોતાનુ કૌશલ્ય બહેતર બનાવવાની તક મળશે. 

ઈન્ડીયા સ્કીલ્સ ગુજરાતમાં વિવિધ પ્રકારની સ્કિલ્સ અને ટ્રેડઝની પસંદગી કરવામાં આવી છે., જેમાં પ્લમ્બીંગ અને હીટીંગ, જર્ની, કેબિનેટ મેકીંગ, પેઈન્ટીંગ, અને ડેકોરૉટીંગ, રેફ્રિજરેશન અને એરકન્ડીશનીંગ, ફેશન ટેકનોલોજી, વેબ ટેકનોલોજીસ, બિઝનેસ માટે આઈટી સેફટવેર સોલ્યુશન્સ, સાયબર સિક્યોરીટી, સીએનસી ટર્નીંગ સીએનસી મીલીંગ, ઈલેક્ટ્રોનિક્સ, વેલ્ડીંગ, મિકનિકલ એન્જીન્યરીંગ, સીએડી,, ઈન્ડસ્ટ્રીયલ કન્ટ્રોલ, મિકેટ્રોનિક્સ, મોબાઈલ રોબોટીક્સ, પ્રોટોટાઈપ મોલ્ડીંગ, હેર ડ્રેસીંગ, બ્યુટીથેરાપી,. ઑટો બોડી રિપેર, ઑટોમોબાઈલ ટેકનોલોજી, અને કારપેઈન્ટીંગનો સમાવેશ થાય છે.

આ વર્ષે સ્પર્ધા ઓગસ્ટમાં રશિયા સ્તીથ  કઝાન ખાતે યોજાઈ હતી. ગ્રાફિક ડિઝાઈન ટેકનોલોજીમાં શ્વેતા રતનપુરાને બ્રોન્ઝ મેડલ હાંસલ થયો હતો, જ્યારે એમડી રાજમ મોમીનને બ્રીક લેયીંગમાં, મોહમદ રબીથ કુન્નામપલ્લીને વૉલ અને ફલોર ટાઈલીંગમાં તથા નિધીન પ્રેમને થ્રીડી ડીજીટલ ગેમ આર્ટમાં મેડાલિયન ઓફ એક્સેલન્સ હાંસલ થયા હતા.

ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન જણાવે છે કે ઈન્ડીયા સ્કિલ્સ ગુજરાત 2020 નો ચોકકસ  કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 30 નવેમ્બર સુધીમાં www.indiaskillsgujarat.org ઉપરની લીંક મારફતે સ્પર્ધામાટે અરજી કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.