Western Times News

Gujarati News

દહેજના અંભેટા ગામે ૭ વર્ષની બાળકીને સાપે ડંખ મારતા મોત

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે વરસાદના પ્રારંભથી જ જમીનમાં રહેલા સરિસૃપો બહાર નીકળી રહ્યા છે.વાગરા તાલુકાના દહેજ પંથકના અંભેટા ગામે સાપે ૭ વર્ષિય બાળકીને ડંખ મારતા બાળકીનું કરુણ મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભરૂચ જીલ્લામાં વિવિધ તાલુકાઓમાં વરસાદી ઝાપટાનો થઈ રહ્યા છે વરસાદ વરસવાના કારણે જમીનમાં ઠંડક પસાર થવાના કારણે જમીનમાં રહેલા જીવ-જંતુઓ બહાર નીકળી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના દહેજ પંથકના અંભેઠા ગામના પરમાર ફળીયામાં રહેતા સુનિલ ભાઈ સોલંકી ની સાત વર્ષીય બાળકી પોતાના ઘરમાં ફ્રીજ ખોલી પાણી પીવા ગઈ હતી.તે દરમ્યાન ઝેરી સાપે તેને પગના ભાગે ડંખ મારી લેતા તેણીએ બૂમાબૂમ કરી હતી

અને તેણીને સાપે ડંખ માર્યો હોવાની જાણ તેની માતાને કરતા માતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબોએ માસુમ સાત વર્ષીય બાળકી સ્નેહલને મરણ જાહેર કરતા માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો અને તેણી હૈયાફાટ રૂદન સિવિલ હોસ્પિટલમાં કરતા ગમગીની ફેલાઈ ગઈ હતી.

ગણતરીની મિનિટોમાં જ પોતાની દીકરી માતાથી દૂર જતી રહેતા માતાએ પણ હૈયાફાટ રૂદન સાથે દુઃખ વ્યક્ત કર્યો હતો ત્યારે ભરૂચ જિલ્લામાં વરસાદ સાથે જમીનમાં રહેલા સરિસૃપો પણ જીવલેણ બની રહ્યા છે.

એક માતાએ પોતાની સાત વર્ષની માસૂમ દીકરી ગુમાવતા હૈયાફાટ રૂદન સાથે તેણીએ પોતાની મૃત્યુ પામેલી માસૂમ બાળકીને વ્હાલ કરતી જાેવા મળી હતી બાકીના મોતના પગલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.