Western Times News

Gujarati News

આ કંપનીના સર્વિસ સેન્ટરોએ 11 મહિનામાં 1.6 કરોડથી વધારે પેપર-શીટની બચત કરી

ભારતમાં આવેલા સેમસંગ સર્વિસ સેન્ટરો ‘પેપરલેસ’ બન્યાં

સમગ્ર ભારતમાં આવેલા સેમસંગ ઇન્ડિયા સેન્ટરો પેપરલેસ થઈ ગયાં છે. Samsung Service Centers in India Go ‘Paper-free’ Save Over 16 million Sheets of Paper in 11 Months

સેમસંગની નવી ગ્લોબલ ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ મારફતે કાગળના દસ્તાવેજોની સરખામણીએ પર્યાવરણને અનુકૂળ આવે તેવો વિકલ્પ ગ્રાહકોને પૂરો પાડવાની વૈશ્વિક પહેલના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે, જે સ્થાયી કાર્યપ્રણાલીઓ વિકસાવવા પ્રત્યેની કંપનીની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

સમગ્ર વિશ્વમાં આવેલી સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની 40 આનુષંગિક કંપનીઓ દ્વારા 180 દેશોમાં સંચાલિત 11,000થી વધુ સેર્વિસ સેન્ટરો સૌપ્રથમ આ સિસ્ટમને અપનાવશે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં આવેલા આ સર્વિસ સેન્ટરો ખાતે ગ્રાહકોને અગાઉ જે દસ્તાવેજો કાગળ પર આપવામાં આવતાં હતાં, તે હવે ગ્રાહકોને તેમના ઈ-મેઇલ અને વૉટ્સએપ પર પૂરાં પાડવામાં આવી રહ્યાં છે, જેના પગલે એક મહિનામાં એ4 સાઇઝની 15 લાખ શીટની બચત થઈ રહી છે. તેમાં સર્વિસ સેન્ટરો ખાતે ઑફિસના કામના આંતરિક દસ્તાવેજોને સ્થાને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો પણ સમાવેશ થાય છે.

સમગ્ર દેશમાં જુલાઈ 2021માં શરૂ થયેલા આ પાઇલટ પ્રોજેક્ટે અત્યાર સુધીમાં એ4 સાઇઝની 1.6 કરોડથી વધારે શીટની બચત કરી છે.

કાગળના વપરાશમાં બચત થવા સિવાય તેનાથી ગ્રાહકો સેમસંગ સેન્ટર ખાતે ઝડપથી ટ્રાન્ઝેક્શન કરી થઈ શકે છે તથા ગ્રાહકો અને સર્વિસ એક્ઝિક્યુટિવોની વચ્ચે સંપર્ક વગર આદાનપ્રદાન કરવાનું શક્ય બન્યું છે.

સેમસંગ ઇન્ડિયા કસ્ટમર કૅરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુનિલ કુતિન્હાએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર ભારતમાં આવેલા અમારા સર્વિસ સેન્ટરો હવે પેપરલેસ રીતે કામગીરી કરે છે, જે પર્યાવરણને અનુકૂળ આવે તેવો વિકલ્પ છે. તેનાથી ગ્રાહકોને પણ સુગમતા રહે છે, કારણ કે, તેનાથી સમય ઘટી જાય છે અને તેમણે કોઈ ફીઝિકલ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેતી નથી.’

પેપરલેસ દસ્તાવેજીકરણ પ્રત્યે સમગ્ર વિશ્વમાં પરિવર્તન લાવવા સેમસંગ તેની વૈશ્વિક સર્વિસ સિસ્ટમ ગ્લોબલ સર્વિસ પાર્ટનર નેટવર્ક (જીએસપીએન)ને અપગ્રેડ કરી દીધી છે,

જેની મદદથી સમગ્ર વિશ્વમાં વિવિધ ડિજિટલ કમ્યુનિકેશન સેવાઓ દ્વારા સમર્થિત ઇન્ટરફેસ મારફતે ગ્રાહકોને પ્રાપ્ત થતી સેવાઓના પ્રત્યેક પાસાંઓ અંગે ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજીકરણ મોકલવાનું શક્ય બનશે.આ મહત્વનું પરિવર્તન કરી સેમસંગના ગ્રાહકોને કંપનીની સેવા સંબંધિત માહિતી સુગમતાપૂર્વક મળી શકશે અને તેની સાથે-સાથે પર્યાવરણનું રક્ષણ કરવા માટેની પહેલનો હિસ્સો પણ બની શકાશે.

આ વૈશ્વિક અભિયાન મારફતે સેમસંગને અપેક્ષા છે કે, પ્રત્યેક વર્ષે અંદાજે 60 લાખ લીટર પાણીની બચત થઈ શકશે. વધુમાં, કાર્બનના લગભગ 526 ટન ઉત્સર્જનને ઘટાડી શકાશે, જે માત્રા એક વર્ષમાં 30 વર્ષ જૂના દેવદારના 61,000 વૃક્ષો દ્વારા અવશોષવામાં આવેલા કાર્બન જેટલી થવા જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.