Western Times News

Gujarati News

‘અગ્નિપથ યોજના’: CAPFs અને આસામ રાઈફલ્સમાં મળશે પ્રાથમિકતા

નવી દિલ્હી, દેશની ત્રણેય સેનાઓમાં ભરતી માટે શરૂ કરાયેલી નવી ‘અગ્નિપથ યોજના’ અંગે મહત્વનું નિવેદન આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ યોજનામાં ૪ વર્ષ પૂરા કરનારા અગ્નિવીરોને CAPFs અને અસમ રાઈફલ્સમાં ભરતી માટે પ્રાથમિકતા આપવાનો ર્નિણય લીધો છે.

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ર્નિણયથી ‘અગ્નિપથ યોજના’થી તાલિમબદ્ધ યુવાઓ આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં પોતાનું યોગદાન આપી શકશે. આ ર્નિણય પર વિસ્તૃત યોજના બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે.

અગ્નિપથ યોજનામાં દર વર્ષે લગભગ ૪૫ હજાર યુવાઓને સેનામાં સામેલ કરાશે. સાડા ૧૭ વર્ષથી ૨૧ વર્ષની ઉંમરના યુવાઓને જ આ યોજનાનો લાભ મળી શકશે. આ ભરતી મેરિટ અને મેડિકલ ટેસ્ટના આધારે કરાશે. પસંદગી પામેલા યુવાઓને ચાર વર્ષ માટે સેનામાં સેવા આપવાની તક મળશે. આ ચાર વર્ષોમાં અગ્નિવીરોને ૬ મહિનાની બેઝિક મિલેટ્રી ટ્રેનિંગ આપવામાં આવશે.

ભરતી થયેલા યુવકો અગ્નિવીરો કહેવાશે. અગ્નિવીરોને ૩૦ હજારથી લઈને ૪૦ હજાર સુધીના મહિને પગાર અને અન્ય ફાયદા મળશે. આ દરમિયાન અગ્નિવીરો ત્રણેય સેનાના સ્થાયી સૈનિકોની જેમ એવોર્ડ, મેડલ અને વીમા મેળવી શકશે. ચાર વર્ષ પૂરા થયા બાદ ૨૫ ટકાને સ્થાયી કેડરમાં ભરતી કરાશે પણ તે સમયે જે પ્રમાણે ભરતી નીકળી હશે તે મુજબ. ચાર વર્ષ બાદ જે અગ્નિવીરો સેવા નિવૃત્ત થશે તેમને સેવા નીધિ પેકેજ હેઠળ લગભગ ૧૨ લાખ જેટલી રકમ એક સાથે મળશે.

ચાર વર્ષ પૂરા થયા બાદ ભલે ૨૫ ટકા અગ્નિવીરોને સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવે પરંતુ સવાલ અહીં એ ઊભો થાય છે કે દસમા કે બારમા ધોરણ પાસ કરીને અગ્નિવીર બનેલા ૭૫ ટકા યુવાઓ પાસે ચાર વર્ષ બાદ શું વિકલ્પ રહેશે? સરકાર ભલે તેમને લગભગ ૧૨ લાખ જેટલા રૂપિયા સેવા નીધિ આપશે પરંતુ તેમને બીજે નોકરી અપાવવા માટે સરકાર પાસે શું સ્કિમ છે? રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે અનેક મંત્રાલયો અને રાજ્ય સરકારોએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમના મંત્રાલયો, કોર્પોરેશનોમાં જાે કોઈ ભરતી આવે તો તેમને તેમા પ્રાથમિકતા આપવામાં આવશે.

જલદી તેઓ આ અંગે જાહેરાત પણ કરી શકે છે. જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તો મંગળવારે જ જાહેરાત કરી કે અગ્નિવીર યોજના હેઠળ સેનામાં કામ કરનારા જવાનોને મધ્ય પ્રદેશ પોલીસમાં પ્રાથમિકતા આપવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.