Western Times News

Gujarati News

હીરા સસ્તાં થયા, સામાન્ય માણસ પણ ખરીદી શકશે લેબગ્રોન ડાયમંડ

સુરત, ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વના દસમાંથી નવ હીરાનું કટીંગ અને પોલીસનું કામ થતું જાેવા મળે છે. જ્યારે ડાયમંડ ઉદ્યોગમાં નવા એક ઉદ્યોગનો ઉદય થયો છે. હવે લેબગ્રોન ડાયમંડનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર સુરત બની રહ્યું છે.

ત્યારે આ ઉત્પાદનને લઈને સુરતના વેપારીઓએ છેલ્લા એક વર્ષમાં ૮,૫૦૦ કરોડનો વેપાર કર્યા હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. શું છે આ લેબ્રોન ડાયમંડ અને તેનું ઉદય કેવી રીતે અને ક્યાંથી થયો અને ડાયમંડ ઉધોગને કઈ રીતે વેગ આપે છે તેના પર થોડી માહિતી મેળવીએ.

આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યારસુધી સુરતના પોલિશ્ડ હીરા વખણાતા હતા. લાખો કરોડોના ડાયમંડ એક્સપોર્ટ સુરતથી થાય છે. સુરતમાં અત્યારસુધી નાની ઘંટીઓ ઉપર ડાયમંડ ઘસાતા હતા. સુરતમાં વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે.

પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે. સુરતમાં સૌથી મોટો નેચરલ ડાયમંડનો વેપાર હતો. જેમાં કટીંગ અને પોલીસિંગ સૌથી મહત્વનું હતું. વિશ્વના ૧૦માંથી ૯ હીરા સુરતમાં તૈયાર થતા હતા. જાેકે, આ સિવાયના ડાયમંડ માટે અન્ય દેશો પર ભારતે ર્નિભર રહેવું પડતું હતું.

પણ તૈયાર થયા બાદ સુરતથી એક્સપોર્ટ થયા બાદ અન્ય દેશોમાં ગયા બાદ તે જ્વેલરીમાં ઉપયોગમાં લેવાતા હતા અને જ્વેલરી અન્ય દેશોમાં જઈને વેચાણ થતું હતું.

જાેકે, નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ દ્વારા ડાયમંડ સાથે સિન્થેટિક ડાયમંડ મેળવવામાં આવતા હતા. ધીરે-ધીરે સિન્થેટિક ડાયમંડની માંગ વધવાની સાથે અન્ય દેશમાંથી મંગાવવામાં આવતાં ડાયમંડ હવે ધીરે ધીરે ભારતમાં જ બનવાના શરુ થયા છે.

જેને લેબગ્રોન ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો સૌથી વધારે જ્વેલરીમાં ઉપયોગ થવા લાગ્યો છે. જેને લઇને સામાન્ય વ્યક્તિ પણ જ્વેલરી ડાયમંડનો શોખ ધરાવતી હોય તો તે આ જ્વેલરી ખરીદી શકે છે.

અત્યારે શહેરમાં કુલ ૨૫૦૦ મશીનો શરૂ છે, જે આંક ૫૦૦૦ પર પહોંચશે. જવેલરી એસોસિયેશન આગેવાન, જયતી સાવલિયાના જણાવ્યા પ્રમાણે, ‘અહીં મોટા યુનિટો કાર્યરત થઈ રહ્યા છે અને લેબગ્રોન ડાયમંડ બનાવતી મોટી ૧૦ ફેક્ટરી છે.

નાના યુનિટો ૩૦૦ કરતા વધારે છે. હાલ ૨ લાખ કેરેટ દર મહિને સુરતમાં બને છે. ઇન્ડિયન લેબગ્રોન જાડા હોય છે. જ્યારે ચીનના HPHT ડાયમંડ જાડા અને પાતળા હોય છે. ભારતમાં પાતળા લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવા વીજળીની ખુબ જરૂરિયાત હોય છે.

ભારતને લેબગ્રોન પાતળા હીરા બનાવવા પરવડે તેમ નથી. ડાયમંડ લઈને સુરત ઉદ્યોગને એક નવી રાહ મળી છે અને મોનોપોલી ધંધો હોવાને લઈને સુરતના ધીરે ધીરે આ ધંધાનો વ્યાપ વધી રહ્યો છે. લેબગ્રોન ડાયમંડની માગ વિશ્વભરમાં ખૂબ મોટા પાયે વધી રહી છે. અમેરિકા જેવા દેશોમાં તો આ ડાયમંડની ખૂબ જ ડિમાન્ડ વધી છે. રિયલ ડાયમંડની સરખામણીએ તે ખૂબ જ સસ્તો છે.

મહત્વની બાબત એ છે કે, જે રિયલ ડાયમન્ડ છે તે ખાણમાંથી કાઢવામાં આવે છે જેના કારણે અનેક મુશ્કેલી ઊભી થતી હોય છે. પર્યાવરણને પણ નુકસાન થાય છે અને ઘણી વખત ખાણમાં કામ કરતા કામદારોનું શોષણ થવાની વાતો પણ સામે આવતી હોય છે. તેવા સંજાેગોમાં અમેરિકા જેવા દેશોમાં જે જનરેશન ઝેડ તરીકે ઓળખાય છે તે યુવા વર્ગ રિયલ ડાયમંડ કરતાં પણ લેબગ્રોન ડાયમંડ ખરીદવો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આમ તો સુરતમાં નેચરલ ડાયમંડનું કટીંગ અને પોલીસનું સૌથી મોટું કામ કરે છે ડાયમંડ માટેનેચરલ ડાયમંડ કટિંગ કરતી હતી. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં લેબગ્રોન ડાયમંડની માગ વધતા ૪૦% ફેક્ટરીઓ હવે ધીરે ધીરે લેબગ્રોન ડાયમંડ કટીંગ કરવાનું શરૂ કરી દીધું છે. જે સૂચવે છે કે, હવે રિયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનું કામ કરવું પણ લાભકારક છે.

ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી ફેક્ટરીઓ પણ હવે લેબગ્રોન તરફ આકર્ષાય રહી છે. આવનારા ત્રણ વર્ષમાં નેચરલ અને લેબગ્રોન બન્ને ડાયમંડમાં ૭૦% ફેક્ટરી કામ કરતી થઈ જશે.હીરા ઉદ્યોગમાં સમયાંતરે રફ ડાયમંડની ખૂબ અછતની સ્થિતિ ઉભી થતી હતી.

હવે સુરતમાં રફ ડાયમંડની અછત ઊભી થશે નહીં. કારણ કે સુરતમાં જ મહિને લાખો કેરેટ ડાયમંડ પ્રોડક્શન થશે. જેથી ચીન કે રશિયા ઉપર વધુ પડતું અવલંબન રહેશે નહીં. હવે લેબગ્રોન ડાયમંડ સુરતમાં જ તૈયાર થાય છે અને સુરતમાં જ કટિંગ થશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અલરોસા જેવી કંપની ઉપર વૈશ્વિક સ્તરે પ્રતિબંધો લાગતા રફ ડાયમંડની અછત ઉભી થઇ હતી.

હજારો કરોડનો બિઝનેસ ઊભો થઈ રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં અકલ્પનીય રીતે લેબગ્રોન ડાયમંડનો વેપાર સુરતમાં થશે. હાલ જે કંપનીઓ ડાયમંડ બનાવી રહી છે તેના કરતાં પણ વધુ યુનિટો આગામી પાંચ વર્ષમાં જ શરૂ થઈ જશે. મારા અંદાજ મુજબ માત્ર એક વર્ષમાં આ ઉદ્યોગ ૯૦૦% જેટલો ગ્રોથ કરી શકે છે. તો આગામી પાંચ વર્ષની અંદર સ્થિતિ શું હશે તે કલ્પના બહાર છે.

લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આ ઉદ્યોગને વધુમાં વધુ વધારવા માટે સતત કેન્દ્ર સરકાર સાથે અને રાજ્ય સરકારને રજૂઆત કરી રહી છે. મહત્વની બાબત એ છે કે, સરકાર પણ ખૂબ જ સારી રીતે આ ઉદ્યોગને આગળ લાવવા માટે વિચારી રહી છે.

દેશના વડાપ્રધાન જે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરતમાં આવતા હતા અને ઉદ્યોગકારો અને વેલ્યુ એડીશન સેવા શરૂ કરી પોતાના ઉદ્યોગને આર્ત્મનિભર કરવા માટે અનેક વખત સૂચન પણ કર્યા હતા.

ત્યારે હવે આ ડાયમંડ ને લઈને નેચરલ ડાયમંડ સાથેનો આ લાઇનમાં જ્વેલરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેને લઇને સુરતના વેપારીઓને દર વર્ષે સૌથી મોટો ફાયદો થાય છે અને ચાલુ વર્ષે આ ફાયદો ૮૫૦૦ રોડ પર પહોંચ્યો છે એટલે કે ષ્ઠદૃઙ્ઘ ડાયમન અન્ય દેશમાંથી મંગાવી તેને એક વેલ્યુ એડીશન માં ઉપયોગમાં લેવામાં આવતા હતા તે હવે સુરત ઉત્પાદન કરે છે એટલે કે ડાયમંડ નો ઉપયોગ વધારે સુરત હોય ત્યારે હવે આ ડાયમંડનું ઉત્પાદન સુરતમાં કરીએ ડાયમંડ ઉદ્યોગ ને એક નવી તક આપવામાં આવી રહી છે અને આ તકને લઈને સીધો ફાયદો સુરતમાં રોજગારી તો વધશે સાથે-સાથે રત્ન કલાકારોને પણ મોટો ફાયદો દેખાઈ રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.