Western Times News

Gujarati News

રહસ્યોથી ભરેલો છે સોમનાથ મંદિરમાં આવેલો એક સ્તંભ

અમદાવાદ, ભારત પ્રાચીન કાળથી જ કલા સંસ્કૃતિ અને વિજ્ઞાનથી ભરેલો દેશ છે. આપણી ધાર્મિક બાબતોમાં વિજ્ઞાન છુપાયેલું છે. આપણા તહેવારો, મંદિરો, ઈતિહાસમાં જગ્યા જગ્યાએ ધર્મની સાથે વિજ્ઞાનનું મહત્વ જાેવા મળે છે. જે બતાવે છે કે, આપણા પૂર્વજાે કેટલા દૂરંદેશી હતા.

સોમનાથની ભવ્યતા પણ તેમાંની એક છે. અનેકવાર તૂટેલુ અને લૂંટાયેલુ આ મંદિર જેટલુ ભવ્ય છે, તેટલુ જ રહસ્યોથી ભરેલું છે. પાનખર બાદ જેમ વસંત આવે છે, તેમ અનેકવાર લૂંટાયા બાદ મંદિરની ભવ્યતા સોળે કલાએ ખીલી ઉઠી છે.

બહુ ઓછા લોકો જાણે છે, સોમનાથના પરિસરમાં એક સ્તંભ પણ છે. જેને બાણ સ્તંભ કહેવામાં આવે છે. ઈતિહાસકારોના અનુસાર, તેનુ નિર્માણ છઠ્ઠી સદીમાં થયુ હોવાનુ કહેવાય છે. તો કેટલાક કહે છે કે, તે તેના કરતા પણ જૂનો છે, બસ તેને છઠ્ઠી સદીમાં જીર્ણોદ્વાર કરાયો હતો. આ સ્તંભ ખાસ વિશેષતા ધરાવે છે.

કારણ કે, તે સમુદ્ર તરફ જવાનો માર્ગ બતાવે છે. જાેકે, સોમનાથ તો દરિયા પાસે છે તો પછી સમુદ્ર તરફ જવાનો માર્ગ એટલે કેવો તેવો સવાલ તમને પણ થશે.

પરંતુ તમને જણાવી દઈએ કે, તે સમુદ્ર તરફ જવાનો એવો માર્ગ બતાવે છે જેમાં કોઈ વચ્ચે કોઈ અવરોધ નથી. એટલે કે જમીની અવરોધ નહિ આવે. અહીંથી વગર કોઈ અવરોધ સીધા દક્ષિણ ધ્રુવ પહોંચી શકાય છે. આ સ્તંભ પર સંસ્કૃતમાં ‘આસમુદ્રાનન્ત દક્ષિણધ્રુવ પર્યન્ત અબાધિત જ્યોર્તિમાર્ગ’ લખાયેલુ છે. જેનો અર્થ થાય છે, સમુદ્રના અંતર પર સ્થિત દક્ષિણ ધ્રુવ સુધી જવાનો અબાધિત માર્ગ. અનેક લોકોએ આ મામલે રિસર્ચ કર્યું, જેમાં સંસ્કૃતમાં લખાયેલો શ્લોક શબ્દશ સાચો છે.

દરેક ભારતીય માટે આ ગર્વ કરવાની બાબત છે, છતા આશ્ચર્યચકિત બાબત છે કે, સદીઓ વર્ષો પહેલા આપણા પૂર્વજાેને પૃથ્વીનુ કેટલુ જ્ઞાન હતું. ત્યારે કોઈ ટેકનોલોજી ન હતી, કોઈ જીપીએસ ન હતું, વિજ્ઞાન પણ આધુનિક ન હતું, છતાં આપણા પૂર્વજાેએ સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરીને આ જાણ્યું, અને તેનો ઉલ્લેખ એક એવા મંદિરમા કર્યો જ્યાં શ્રદ્ધાળુઓ, વટેમાર્ગુઓ આવતા.

કેવી રીતે આપણા પૂર્વજાેએ જાણ્યુ હશે કે, સોમનાથના દરિયાથી સીધા નીકળો તો વચ્ચે માર્ગમાં કોઈ ભૂખંડ (જમીનનો ટુકડો) નહિ આવે, અને પૃથ્વી દક્ષિણ ધ્રુવ અને ઉત્તરી ધ્રુવમાં વહેંચાયેલી છે. આ એક પ્રકારનુ નૌકા જ્ઞાન છે, જે આપણા પૂર્વજાેને હતું. પ્રાચીન ભારતીયો વેપાર કરવામાં માહેર હતા. તો અનેક વિદેશી વેપારીઓ ભારતમાં વેપાર કરવા આવતા હતા. ત્યારે આ બાણસ્તંભ તેમને ઉપયોગી સાબિત થતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.