Western Times News

Gujarati News

૧૮ જૂને પ્રધાનમંત્રી માતા હીરાબાનો ૧૦૦મો જન્મદિવસ ઉજવશે

વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબેન ૧૮ જૂને પોતાનો ૧૦૦મો જન્મદિવસ ઉજવશે. ત્યારે ૧૮ જૂને પીએમ મોદી તેમનાં માતા હીરાબેન મોદીનેમળવા માટે ગાંધીનગર સ્થિત ઘરે આવશે અને માતા સાથે જન્મદિવસની ઉજવણી કરશે. આ અવસરે પીએમ મોદીના વતન વડનગરમાં આવેલા હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજા કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. આ સિવાય પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરનું ધ્વજારોહણ પણ કરશે.

આ પહેલાં ૧૧ માર્ચે પીએમ મોદીએ તેમનાં માતા હીરાબેન સાથે મુલાકાત કરી હતી. બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા પીએમ મોદીએ બે વર્ષ બાદ હીરા બાને મળ્યા હતા. કોરોના મહામારીના કારણે પીએમ મોદીએ બે વર્ષ પછી ૧૧ માર્ચે માતાને મળ્યા હતા. ત્યારે હવે ફરીથી માં હીરા બાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર સ્થિત ઘરે આવશે. આ સિવાય ૧૮ જૂનના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી વડોદરામાં આયોજીત એક સભામાં ૪ લાખ લોકોને સંબોધીત કરશે. આ સભામાં વિભિન્ન સરકારી યોજનાઓના લાભાર્થીઓ હાજર રહેશે.

આ મહિનામાં પીએમ મોદીની ગુજરાતની આ બીજી મુલાકાત હશે. આ પહેલા ૧૦ જૂનના રોજ, તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, તેમણે નવસારીના આદિવાસી વિસ્તારમાં રૂ. ૩,૦૫૦ કરોડના ૭ પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને આ વિસ્તારમાં પાણી પુરવઠામાં સુધારો કરવાના હેતુથી બની રહેલા અન્ય ૧૪ થી વધુ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

૧૮મી જૂને યોજાનારી પીએમ મોદીની બીજી મુલાકાતની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સ્થળ પર જર્મન ટેક્નોલોજીથી બનેલા ખાસ ડોમ સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓનું કાર્પેટિંગ, પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા પણ પૂર્ણતાના આરે છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.