Western Times News

Gujarati News

મગજ અને યાદશક્તિને હેલ્ધી રાખવા માટે વિશેષ પોષક ઔષધો

યાદશક્તિ-મેમરી ક્યાં સચવાય? માનસશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ મુજબના તારણો આ મુજબ છેઃ આપણે થોડા પ્રયત્નો કરીએ તો યાદશક્તિ વધારવી અશકય નથી બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધો યાદશકિતનાં કેન્દ્રને નબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે

મગજ અને મનની શક્તિઓ અપાર છે. તેને વધારવાની હોય છે. યાદશક્તિઃ મગજ અને મનની તાકાત થી યાદશક્તિ વધારી શકાય છે. આપણે જે કંઇ સાંભળીએ કે જાેઇએ છીએ તે બધું જ કેમિકલ અને ફિઝિકલ સ્ટીમ્યુલેશનની પ્રકિયાથી આપણી ઇન્દ્દિયો સુધી પહોંચે છે.

ટેકનિકલ ભાષામાં એને કહેવાય છે એન્કોડ થયેલી અને ઇન્દ્ધિય સુધી પહોંચેલી માહિતીનો સંગ્રહ પણ થાય છે. શોર્ટ ટર્મ મેમરીઃ મસ્તિષ્ક  ના ફ્રન્ટલ લોબ અને પેરીએન્ટલ લોબ સાથે શોર્ટ ટર્મ મેમરી સંકળાયેલી છે. શોર્ટ ટર્મ મેમરીમાં સચવાયેલી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ નથી રહેતી.

જેમ કે કબાટમાં મૂકેલી ચીજાે, મોબાઇલના દસ ડીજિટના આંકડા-નંબર, નામ વગેરે. લોન્ગ ટર્મ મેમરીઃ લોન્ગ ટર્મ મેમરીમાં સમગ્ર મસ્તિષ્કનાં ચેતા તંતુઓ સાથે સંકળાયેલી હોય છે. ટેમ્પોરલ લોબના હિસ્સામાં લાગણીઓ, ભાવનાઓની મેમરી સચવાય છે, રોજબરોજના અનુભવો અને ભણવા જેવી વસ્તુઓ હિસ્સામાં સચવાય છે.

લોન્ગ ટર્મ મેમરીમાં સચવોયલી વસ્તુઓ ગમે ત્યારે યાદ આવી જાય છે, જેમ કે સુખદ કે દુઃખદ અનુભવો, ડ્રાઇવિંગ અભ્યાસ વગેરે. યાદ રાખવાની કેટલીક તમારું મન સતત બોલ્યા કરે છે, તમે તેની દરેક વાત સાંભળો છો ખરા? તમારા મનમાં સતત એક વાતનું ફીડિંગ (રટણ) કર્યા કરો કે તમારી યાદશક્તિ સારી અને સતેજ છે. તમને બધું જ યાદ રહી જાય છે.

આ રીતે તમે તમારી યાદ રાખવાની ક્ષમતા કેળવી શકો છો. આંકડાઓ યાદ ના રહેતા હોય તો કોઇ ઘટનાને સાંકળીને યાદ રાખી શકો છો. પુસ્તકમાં લખેલી વાત યાદ રાખવા માટે તે પાના પરના ચિત્રને યાદ રાખી તેની સાથે માહિતી સાંકળી દો. વારંવાર લખવાથી જલદી યાદ રહે.

આજે ને પુનરાવર્તનની થિયરી કહે છે. આજકાલ દરેક ટ્યુશન ટીચર પણ આ જ થિયરી પર ચાલી રહ્યા છે ને, એક ની એક વાત બે-ત્રણ દિવસના સમયાંતરે યાદ કર્યા કરવાથી લોન્ગટર્મ મેમરીમાં સંગ્રહિત થાય છે. શ્વાસોચ્છવાસ નું મહત્વ ઃ નવો વિષય શીખવાની શરૂઆત કરતી વખતે શ્વાસોચ્છવાસ ધીમા અને ઊંડા રાખવા જરૂરી છે. લાંબા અને ઊંડા શ્વાસ મસ્તિષ્કને માટે ખૂબ જ લાભદાયી છે. મગજના ઇલેક્ટ્રિક તરંગ વેવ્સમાં રૂપાંતરિત થાય છે. શાંત મગજમાં થિટા વેવ્સ વહેવાથી અઘરા વિષયો પણ આસાનીથી યાદ રહે છે.

પૂરતી ઊંઘઃ મગજ શાંત રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે. પરીક્ષા સમયે કે લાંબા સમય સુધી ઊજાગરા કરવાથી યાદશક્તિ નબળી પડે છે. છેલ્લા અઠવાડિયા સુધી જે નથી જ વાંચ્યું એ યાદ નથી આવવાનું મગજ શાંત હશે તો લોન્ગ ટર્મ મેમરીમાં સંગ્રહિત વસ્તુઓને કરી શકશો.

કેળવણી- મગજને કેળવવા માટે, યાદશક્તિ સાબૂત રાખવા અવારનવાર ક્રોસવર્ડ, પઝલ્સ, સુડોકુ જેવી રમતોની કવાયતો કરવી જાેઇએ. ગાયનું ઘી- ખોરાકમાં ગાયનું ઘી જ વાપરવું ગાયના ઘીમાં, ઘૃતિ અને સ્મૃતિ વધારવાના ગુણ છે

યાદશક્તિઃ ચારોળી અને શીંગોડા ખાવાથી યાદશક્તિ વધે છે. બદામનો ઝીણો ભુકો કરી તેમાં સાકર અને ઘી મેળવી હલાવી રાત્રે રાખી મુકવું. સવારે એ મીશ્રણનુાં સેવન કરવાથી યાદશક્તિ વધે છે. ઘી યાદશક્તિ વધારવામાં સહાય કરે છે. કોળાને છીણી કોળાપાક કરીને ખાવાથી યાદશક્તિમાં લાભ થાય છે.

યાદશક્તિ માટે તરબુચના બીની મીંજ ખાવી. યાદશક્તિ વધારવા કેરીની મોસમમા પાકી કેરીનો રસ, દુધ, આદુનો રસ અને ખાંડ જરુરી પ્રમાણમાં લઈ એકરસ કરી ધીમે ધીમે પી જવુાં. દરરોજ સવાર-સાંજ આ પ્રયોગ નીયમીત કરવો. આનાથી સ્મરણ શક્તિમાં સારો વધારો થાય છે; અને માનસીક તાકાત પણ ખુબ વધે છે.

ડીપ્રેશનના રોગીઓને આ પ્રયોગ બહુ કામ લાગે છે. તજનો પાઉડર મધ સાથે લેવાથી કે તજના ટુકડા મોંમાં રાખી ચુસતા રહેવાથી ભુલી જવાની તકલીફ મટે છે. આ બાળ- વૃદ્ધ કોઈ પણ માટે આ પ્રયોગ અસરકારક છે. ગળો, મોટાં ગોખરુ, આમળાં, જેઠીમધ, શંખપુષ્પી અને ચૂર્ણ સરખા વજને લઈ એમાં થી ૩થી ૬ ગ્રામ ૪૦ વર્ષની ઉમર પછી દરરોજ એક કે બે વખત નીયમીત લેવાથી યાદશક્તિ જળવાઈ રહે છે. સાથે વાયુપ્રકોપ કરે નહીં એવો આહારવીહાર રાખવો. એનાથી યુવાની પણ લાંબો સમય ટકે છે.

અશ્વગંધા, વરધારો, આમળાં, મોટાં ગોખરુ, ગળો અને બ્રાહ્મી સરખા ભાગે બનાવેલું ૩થી ૬ ગ્રામ ચૂર્ણ ગાયના ઘી અને મધ સાથે સવાર-સાંજ લેવાથી અને ઉપર દુધ પીવાથી યાદશક્તિ વધે છે. (ઘી અને મધ વીષમ પ્રમાણમાં લેવાં. કફ પ્રકૃતી હોય તો મધ બમણુાં અને વાત પ્રકૃતીમાં ઘી બમણુાં લેવું.)

9825009241

આ ઉપરાંત બ્રાહ્મી ઘૃત, સારસ્વતારીષ્ટ, સારસ્વત ચૂર્ણ, વાચાદી ચૂર્ણ, બ્રાહ્મીવટી, યશદભસ્મ, તિષ્મતી રસાયન, ગડુચ્યાદી રસાયન, બદામપાક, ચતુરમુખરસ , યોગેન્દ્રરસ, રસરાજરસ, નગોડ વગેરે ઔષધો પૈકી એક-બે વાપરવાથી પણ સ્મૃતિશક્તી જળવાઈ રહે છે. બદામમાં વિટામીન ‘ઈ’ હોય છે, જેનાથી યાદશક્તિ જળવાઈ રહે છે, કેમ કે એમાં હોય છે.

એન્‌ટીઑક્સીડન્ટ મગજના કોષોમાં થતી ગરબડનુાં પ્રમાણ ઘટાડે છે. વિટામીન ‘ઈ’ની ગોળી કરતાં બદામ લેવી સારી. શાંખપુષ્પીના આખા છોડ (સવ અંગો) નું ચૂર્ણ દસ ગ્રામ, બદામ નંગ પાંચ, ખસખસ પા(૧/૪) ચમચી, મરી નંગ દસ, નાની એલચી નંગ પાંચ, વરિયાળી અડધી ચમચી અને ગુલાબનાં ફુલની પાંખડી નંગ દસને ખુબ જ લસોટી ચટણી જેવું બનાવવું. એને એક ગ્લાસ ગરમ દુધમાં મેળવી બે ચમચી સાકરનો ભુકો નાખી ખુબ હલાવી ઠંડુ પાડી રોજ રાત્રે સુતી વખતે પીવાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. વીદ્યાથીઓ માટે પરીક્ષાના દીવસોમાં આ પ્રયોગ હીતકારી છે.

ઔષધોઃ બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધો યાદશકિતનાં કેન્દ્રને નબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે મગજને હેલ્ધી રાખવા માટે વિશેષ પોષક આહાર આવશ્યક છે. જેના સેવનથી મગજની કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે. બદામ ખાવાથી યાદશક્તિ વધે છે.

નિયમિત રીતે ૧૦-૧૧ બદામનું સેવન અવશ્ય કરવું જાેઈએ. ૧૦-૧૧ બદામથી ઓછી તેમજ વધુનું સેવન કરવું નહીં.  જાે રોજિંદા આકારમાં બદામ ઉપરાંત અન્ય સૂકા મેવાનો સમાવેશ થતો હોય તો બદામનું પ્રમાણ ઓછું કરવું. પલાળેલી બદામ, બદામનો ભૂક્કો દૂધમાં ભેળવીને પણ સેવન કરી શકાય છે. બદામની છાલમાં ફાઇબર સમાયેલા હોવાથી છાલ ઉતારીને ખાવું નહીં.

બદામને ગરમીની ઋતુમાં પલાળીને ખાવી.  અખરોટનું સેવન મગજ માટે હેલ્ધી માનવામાં આવે છે. તેમાં સમાયેલા પોષક તત્ત્વ મગજને સ્વસ્થ રાખે છે, તેમજ તેની કાર્યક્ષમતા વધારે છે. અખરોટમાં વિટામિન ઈ, કોપર, મેંગનીઝ હોય છે, જે બ્રેન પાવરને વધારે છે. કોળુ, મોટા ભાગના પરિવારોમાં કોળાનું શાક બનતું હોય છે

તેમજ સફેદ કોળામાંથી મીઠાઈઓ બનાવવામાં પણ આવે છે. કોળાના બિયાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. મગજ માટે કોળાના બિયાનું સેવન ફાયદાકારક છે. તેનો ઉપયોગ યાદશક્તિને સુધારે છે. કોળામાં જિંક પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે જે મેમરી પાવરને વધારે છે. તેમજ વિચારશક્તિની ક્ષમતા વધારે છે. બાળકોને કોળાના બિયા સેવન કરવાથી પણ યાદશક્તિમાં સુધારો થાય છે.

ડાર્ક ચોકલેટ, આધુનિક સમયમાં ડાર્ક ચોકલેટને સર્વશ્રેષ્ઠ સુપરફૂડસ માનવામાં આવે છે. નિષ્ણાતોના અનુસાર ડાર્ક ચોકલેકનો એક ટુકડો હૃદયને સ્વસ્થ રાખવામાં અને મગજની કાર્યપદ્ધતિને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. નુંટ્રીશિયનના અનુસાર, ડાર્ક ચોકલેટમાં વિવિધ પ્રકારના ફાઇબર અને મિનરલ્સ જેવા કે ઓલિક એસિડ, સ્ટેરિક એસિડ, પામિટિક એસિડ સમાયેલા હોય છે. ડાર્ક ચોકલેટનું સેવન બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે

અને શરીરમાં રક્તસંચાર વ્યવસ્થિત રીતે થાય છે. આ ઉપરાંત તે હૃદય અને મગજ સુધી પહોંચનારા રક્તને સાફ કરે છે. જેથી હૃદય સ્વસ્થ રાખી શકાય છે. ડાર્ક ચોકલેટનું સેવન કેન્સરથી રક્ષણ આપે છે. બ્રોકલી, મગજ માટે બ્રોકલી બહુ ફાયદાકારક છે. બ્રોકલીમાં ઓમેગા-૩ ફેટી એસિડ, ફ્લેવોનોઇડ, વિટામિન ઈ, આયર્ન અને કોપર જેવા પોષક તત્ત્વો સમાયેલા છે. એક સંશોધનના અનુસાર બ્રોકલી યાદશક્તિ સુધારવાની અને મગજની કાર્યક્ષમતાને વધારવામાં મદદગાર સાબિત થાય છે.

ગ્રીન ટી, ગ્રીન ટી યાદશક્તિ વધારવામાં કારગર છે. તેમાં સમાયેલ કેફીન બ્રેન ફંક્શનને વધારે છે. ગ્રીન ટીના સેવનથી સતર્કતા, યાદશક્તિ અને ફોકસ કરવાની ક્ષમતા સુધરે છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડન્ટસ સમાયેલા છે. દિવસ દરમિયાન બે-ત્રણ વખત ગ્રીન ટી પીવાથી યાદશક્તિ વધે છે. શરીર પણ તાજગીસભર થઈ હળવું થાય છે. જેથી ઊંઘ પણ સારી રીતે આવે છે. સપ્રમાણ નિંદ્રા ઇમ્યુન સિસ્ટમ માટે મહત્ત્વની છે.

દાડમ, મેમરીને શાર્પ કરવા માટે દાડમનું સેવન કરવું જાેઈએ. દાડમ ખાવાથી ફક્ત રક્તમાં હેમોગ્લોબીનનું પ્રમાણ નથી વધતુ, પરંતુ યાદશક્તિ પણ વધે છે. દાડમમાં સમાયેલ પોલીફેનલ્સ માનસિક બીમારીઓથી સુરક્ષા આપે છે. બેરીઝ, આપણા દેશમાં મળનારા બેરીઝ જેવા કે જાંબુ, સ્ટ્રોબેરી, શેતુર, દ્રાક્ષ તેમજ કરમદા યાદશક્તિ વધારવામાં ઉપયોગી છે. તેમાં મેગેનીઝ, વિટામિન સી, વિટામિન કે અને ફાઇબર પ્રચૂર માત્રામાં સમાયેલું છે. બેરીઝમાં એન્ટી ઓક્સિડન્સ સમાયેલ હોય છે જે બ્રેન સેલ્સને મજબૂત કરે છે તેમજ યાદશક્તિ વધારે છે.

આપણે માલકાંકણીના છોડનું મહત્ત્વ સમજીએ. માનવીના બુદ્ધિ વધારવાના કામ સાથે માલકાંકણી તમારા આયુષ્યને વધારે છે અને લાંબુ રોગમુક્ત આયુષ્ય આપે છે. ગુજરાતમા તેનાં જ્યોતિષ્મતી, કંગની, સ્વર્ણલતા વગેરે અનેક નામો છે. આજની આધુનિક સ્ત્રીને માસિક સ્ત્રાવની તકલીફ રહે છે તેને માટે માલકાંકણી રામબાણ ઔષધ છે.

તેલનો સ્વાભાવિક ગુણ ગરમ છે તેથી સંધિવા- પેરેલીસીસમાં શરીરે ચોળવા માટે ખાસ વપરાય છે. ભગવદગોમંડળમા માલકાંકણીનું ઔષધીય મહત્ત્વ જણાવ્યું છે કે તેના છોડમાંથી બનતા તેલ કે ચૂર્ણને અજીર્ણ, સંધિ-વા, પક્ષઘાત, વાયુના રોગ તેમજ મગજના રોગ માટે વપરાય છે જે બાળકોની યાદશક્તિ નબળી હોય તેને માલકાંકણી અદભૂત યાદશક્તિ આપે છે.

પણ, તેનું સેવન કરતાં પહેલાં વૈદ્યોની સલાહ અચૂક લેવી. જીભનો લકવો થાય અને સ્પષ્ટ બોલી શકતા હોય, તેમણે વૈદ્યની સલાહ પછી માલકાંકણીનું સેવન કરવું જાેઈને. તમે જાે આયુર્વેદનો ગ્રંથ ખૂબ ઝીણવટથી વાંચશો તો ખબર પડશે કે માલકાંકણીનો છોડ કેવું રામબાણ ઔષધ માનવીને કુદરતે આપેલું છે.

માલકાંકણીનો રસ ઉકાળેલા પાણીમાં મધ અને દૂધ સાથે પીવાથી અપચો મટાડીને ભૂખ વધારે છે. બ્રિટિશ એન્સાઇક્લોપીડિયા કહે છે કે માલકાંગની  નું તેલ જેને અંગ્રેજીમાં સેલેસ્ટ્રસ ઓઈલ કહે છે તે બ્રેઈન ટોનિક છે. અંગ્રેજીમાં કહે છે કે દર્દીનો કોગ્નિશન પાવર (ઓળખ શક્તિ) અને કોન્શિયસનેસ (ચેતના) માલકાંકણી વધારે છે- બુદ્ધિ વધારે છે. ખાસ તો તેનાથી યાદશક્તિ ખીલે છે.

માથાના વાળમાં ખોડો થાય, વાળ ખરવા માંડે, માલકાંકણી ખોડાને મટાડીને વાળ ખરતા અટકાવે છે. પણ સૌથી કીમતી અસર માનવીના મગજ ઉપર કરે છે. વૈદ્યની સલાહ લઈને મસાલાવાળા દૂધમાં અમુક ટીપા માલકાંકણીના તેલના આપી શકાય છે. તેલની કોઈ આડઅસર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.