Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત મોડાસામાં જાહેરસભા યોજાઇ

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે મોડાસા નગરમાં જનસુવિધાના  14 અલગ-અલગ કામોનું  લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ અરવલ્લી જિલ્લા સંગઠનની,પેજ પ્રમુખ,કાર્યકર્તાઓની માહિતી સાથેના પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું.

ભાજપના દરેક ઉમેદવારને જીતાડવા દરેક કાર્યકરો સતત મહેનત કરશો તેવો વિશ્વાસ છે. 2022માં ભગવો લહેરાવાની જવાબદારી દરેક કાર્યકરની છે. – શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પેજ સમિતિના પ્રણેતા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના કાર્યકરો ,પેજ કમિટિના સભ્યો,પત્રકારો,શિક્ષિક વર્ગ અને સમાજના જુદા-જુદા આગેવાનો સાથે મુલાકાત કરતા હોય છે

ત્યારે  આજે  તારીખ 15 જૂનના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબનું કાર્યકરોએ બાઇક રેલી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમમાં રોડ શો,

પેજ કમિટિના સભ્યો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ બેઠક યોજી જીલ્લાના કાર્યકરો, પદાધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી કાર્યકરોમાં નવી ઉર્જાનું સંચાર કરી માર્ગદર્શન આપશે.અરવલ્લી જીલ્લાના મોડાસાના મખદુમ સર્કલ થી બાઇક રેલી યોજાઇ ત્યાર બાદ જાહેર સભાને સંબોધન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલે પ્રારંભીક  સ્વાગત પ્રવચન કર્યુ. આ કાર્યક્રમમાં જીલ્લા સંગઠનના પ્રભારીશ્રી અને પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓએ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબનું સ્વાગત કર્યુ .આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે મોડાસા નગરમાં જનસુવિધાના  14 અલગ-અલગ કામોનું  લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ અરવલ્લી જિલ્લા સંગઠનની,પેજ પ્રમુખ,કાર્યકર્તાઓની માહિતી સાથેના પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે, વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમમાં જિલ્લાના કાર્યકરોએ જે રીતે ઉત્સાહ બતાવ્યો છે તે બદલ જિલ્લાના કાર્યકરો અને આગેવાનોને અભિનંદન પાઠવ્યા. વરસાદની મોસમ છે એટલે કાર્યક્રમમાં વરસાદ પડવાની સંભવાના હતી

પરંતુ વરસાદનો આપણા માટે શુભ સંકેત છે આપણે ખેડૂત અને જમીન સાથે જોડાયેલા છીએ .આકાશમાંથી વાદળો પણ આપણું સ્વાગત કરી રહ્યા છે.આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતની સતત ચિંતા કરી છે. ગુજરાતના વિકાસ માટે સફળ પ્રયાસ કર્યા છે.

દરેક વર્ગ ના લોકોની ચિંતા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરતા અને આજે વડાપ્રધાન તરીકે પણ કરી રહ્યા છે. ગુજરાતમાં જે રીતે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસના કામો કર્યા તે જોઇ દેશના લોકોએ તેમને વડાપ્રધાન તરીકે કામ કરવાના આશિર્વાદ આપ્યા.

મોદી સાહેબ જે રીતે દેશના લોકોની ચિંતા કરે છે જેમાં ખેડૂતોની ચિંતા,મહિલાઓની સુરક્ષાની ચિંતા,યુવાનોને રોજગારી આપવાની ચિંતા,બાળકોને ભણાવવાની ચિંતા અને દેશને વૈશ્વીક ફલક પર અગ્રેસર રાખવાની પણ ચિંતા કરી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના લોકોને પિવાનું ચોખ્ખુ પાણી મળે તે માટે પ્રયત્નો કર્યા છે. યુવાનોને રોજગારી મેળવવા મુદ્રા લોનની જાહેરાત કરી યુવાનોને આત્મનિર્ભર કર્યા.

શ્રી પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આખા દેશના ખેડૂતોના ખાતામાં સિધા રૂપિયા જમા કરાવ્યા છે. દર વર્ષે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરે છે. કોંગ્રેસના સમયમાં ખેડૂતો માટે કોઇ યોજના હતી નહી.યોજના જાહેર કરે તો દલાલો 50 ટકા રૂપિયા લઇ જતા હતા

પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારમાં કોઇ દલાલ નહી, કોઇ વચેટ્યો નહી કોઇ એજન્ટ રાખવાની જરૂર ખેડૂતને નથી પડી.કોરોના મહામારીમાં સમૃદ્ધ દેશો પણ ડઘાઇ ગયા સમય સર લોકોને જમનાવું કે સારવાર પણ કરાવી શકયા ન હતા

પરંતુ દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના દરેક ગરીબ વ્યકિતની ચિંતા કરી અને કોઇ ગરીબ વ્યકિત ભુખ્યું ન સુવે તેની ચિંતા કરી મફત અનાજ આપવાની જાહેરાત કરી.કોરોના મહામારીમાં દેશના લોકોને મફતમાં રસી આપી અને તેના કારણે આજે આપણે એક બીજાની આજુબાજુમાં બેસી શકીએ છીએ તે નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વને કારણે શક્ય છે.

શ્રી પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, આવનાર સમયમાં ગુજરાતમાં વિઘાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કાર્યકરોની મોટી તાકાત છે. વર્ષ 2017માં તમારાથી કોઇ ભુલ થઇ હશે કે ભાજપનો એક પણ ઉમેદવાર ચૂંટાયો નહી પરંતુ 2022 ની ચૂંટણીમાં જીલ્લાની ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવાર જંગી મતોથી જીતશે.

કોંગ્રેસના ઉમેવાદોની ડિપોઝીટ જમા થઇ જાય તેની જવાબદારી જીલ્લાના ભાજપના તમામ કાર્યકરોની છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મને મળશે એટલે કહીશ કે અરવલ્લી જિલ્લાના લોકો તમને કેટલો પ્રેમ કરે છે. આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં જોડાયા છો તેનો ફોટો વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને બતાવીશ અને કહીશ કે અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ આ વખતે સંકલ્પ કર્યો છે કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ ચૂંટણીમાં જપ્ત કરાવીશું.

ભાજપના દરેક ઉમેદવારને જીતાડવા આપ દરેક કાર્યકરો સતત મહેનત કરશો તેવો વિશ્વાસ છે. 2022માં ભગવો લહેરાવાની જવાબદારી દરેક કાર્યકરની છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દરેક વર્ગના લોકો માટે અનેક યોજનાઓ જાહેરાત કરી છે તેનો લાભ જરૂરિયાત મંદને મળે તેવો કાર્યકરો પ્રયત્ન કરે. આજના આ ભવ્ય કાર્યક્રમ બદલ જિલ્લાના દરેક કાર્યકર અને આગેવાનોનો આભાર માન્યો.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઇ પટેલ,શ્રી વિનોદભાઇ ચાવડા,રાજયકક્ષાનામંત્રી અને જીલ્લાના પ્રભારીશ્રી કુબેરસિંહ ડિંડોર, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઇ પટેલ,જીલ્લાના પ્રભારીશ્રી જયશ્રીબેન દેસાઇ,શ્રી ગીરીશભાઇ જગાણીયા, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી લાલસિંહ,પુર્વ ધારાસભ્યશ્રી ઘવલસિંહ ઝાલા સહિતના જીલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.