Western Times News

Gujarati News

અગ્નિપથ યોજના હેઠળ આવેલો જવાન સશસ્ત્ર દળોમાં કાયમી નોંધણી માટે અરજી કરી શકે તેવી તક અપાશે

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ભારત સરકારે દેશના યુવાનોને સશસ્ત્ર દળોમાં સેવા આપવાની તક આપી છે. ત્યારે અગ્નિવિરો ની ૪ વર્ષની સેવા બાદ દેશનો યુવાન કુશળ અને તમામ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા સક્ષમ બનશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા સશસ્ત્ર યુવાનોની અગ્નિપથ યોજનાની સત્તાવાર જાહેરાત કર્યા બાદ આજે આ અંગેની આયોજીત પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતાં સાઉથ વેસ્ટર્ન એર કમાંડ ચીફ એર માર્શલ વિક્રમ સિંઘે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ સેવા આપનાર યુવાન ને તમામ કામોની તાલીમ આપવામાં આવશે.

ઉપરાંત ૩૫ હજાર માસિક પગાર સાથે મળવાપાત્ર તમામ લાભો, અને સર્ટિફિકેટ આપવામા આવશે. ઉપરાંત એર માર્શલ વિક્રમ સિંહે આ યોજના અંગેની વિસ્તૃત વિગતો પત્રકારો ને આપી હતી અને કહ્યું કે ૬ માસની તાલીમ આપવામાં આવશે અને આ ભરતી પ્રક્રિયા ખુબજ ટૂંકા ગાળામાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો છે.

આ ઉપરાંત આ યોજના ના નિયમો અને તેની શરતો અંગેની વિગતો આપતા એરમાર્શલ વિક્રમસિંહે કહ્યું કે અગ્નિ વીરોની નોંધણી ચાર વર્ષની મુદત માટે સંબંધિત સેવાના નિયમો હેઠળ વિવિધ સ્થળો ની અંદર કરવામાં આવશે જેની એક અલગ રાજ્ય બનશે એટલું જ નહીં ચાર વર્ષની સેવા પૂરી થયા પછી અગ્નિપથ યોજના હેઠળ આવેલો જવાન સશસ્ત્ર દળો માં કાયમી નોંધણી માટે અરજી કરી શકે તેવી તક આપવામાં આવશે

અને આ અરજી નો તેમની ચાર વર્ષની મુદતના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કામગીરીને પણ ધ્યાનમાં લેવાશે અને પ્રત્યેક બેચ માંથી ૨૫% સંખ્યા સુધીના ઉમેદવારોને નિયમિત કેડરમાં સમાવેશ કરવામાં આવશે એટલું જ નહીં આ ત્રણેય સેવાઓ માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત જેવી માન્યતાપ્રાપ્ત ટેકનીકલ સંસ્થાઓ માં મેળા અને કેમ્પસ કરી

આ સેવામાં જાેડવા ઇચ્છું ઉમેદવારોના ઇન્ટરવ્યુ ની મદદથી ઓનલાઇન સિસ્ટમથી નોંધણી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ પત્રકાર પરિષદમાં આ યોજના અંતર્ગત બનાવાયેલી ૨ વિડિયો ફિલ્મ ગુજરાતી ભાષામાં પ્રદર્શિત કરવામાં આવી હતી ઉપરાંત યોજના અંતર્ગત ના લાભાલાભ તેમજ તેને આનુષંગિક બાબતો અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.