Western Times News

Gujarati News

આસામ-મેઘાલયમાં પૂરનો પ્રકોપ ૧૭૦૦ ગામ પાણીમાં ડૂબ્યા

આસામમાં પૂર ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૪૬ ઉપર પહોંચ્યો,ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, દેશના કેટલાક ભાગમાં હજુપણ આગ ઓકતી ગરમી પડી રહી છે અને લોકો વરસાદી છાંટાની રાહ જાેઇ રહ્યા છે. પરંતુ કેટલાક રાજ્ય એવા છે જ્યાં અત્યારે વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. અસમમાં અત્યારે વરસાદે હાહાકાર મચાવ્યો છે અને હજારો ગામ પૂરની ચપેટમાં છે.

તો બીજી તરફ મેઘાલયમાં પણ વરસાદ અને પૂરથી હાલત સંકટગ્રસ્ત બની ગઇ છે. લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. અસમના બજલી, વક્સા, બારપેટા, વિશ્વનાથ, બોંગાઇગામ, ચિરાંગ, દરાંગ, ઘેમાજી, ડિબ્રૂગઢ, ધુબરી, દીમા હસાઓ, ગોલાપારા, હોજઇ, કામરૂપ અને કામરૂપ મેટ્રોપોલિટન સહિત ૨૫ જિલ્લામાં પૂરથી ૧૧ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

જ્યારે ગોલપારા, દીમા હસાઓ અને ઉદલગુરીમાં ચાર લોકોનું પૂરની ઘટનાઓમાં મોત થયું છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધી ૪૬ થઇ ગઇ છે. અસમમાં ગત ત્રણ દિવસથી મૂશળાધાર વરસાદ થઇ રહ્યો છે અને હવામાન વિભાગે શુક્રવારે અને શનિવર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં વરસાદ અને પૂરના લીધે સ્થિતિ બદતર થઇ ગઇ છે. અસમ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બુલેટિનના અનુસાર વરસાદ અને પૂરના લીધે ૧૩ ચેકડેમ તૂટી ગયા, ૬૪ રસ્તા અને ઘણા પૂલ ક્ષતિગ્રસ્ત થયા છે.
બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે, જ્યારે માનસ, પગલાડિયા, પુથિમારી, કોપિલી અને ગોરંગા નદીઓ ઘણી સ્થળો પર ખતરાથી ઉપર વહી રહી છે.

ધુબરી અને નેમાટીઘાટમાં બ્રહ્મપુત્રનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. બીજી તરફ ગુહાવાટી શહેરમાં ભૂસ્ખલનની ઘણી ઘટનાઓની યાદી મળી છે. અહીં નૂનમતી વિસ્તારોના અજંતાનગરમાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઉપરાંત એડીઆરએફની ટીમો પ્રભાવિત લોકો વચ્ચે બચાવવા અને રાહત સામગ્રી વહેચવાના કામમાં જાેડાઇ ગઇ છે.

ભારે વરસાદે પૂર પ્રભાવિત જિલ્લામાં ૧૯૭૮૨.૮૦ હેક્ટર પાકભૂમિને જળમગ્ન કરી દીધી છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર ૭૨ રેવન્યુ ચેમ્બર્સના અંતગર્ત આવનાર ૧,૫૧૦ ગામ હાલ પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદની ચેતાવણીને જાેતાં શુક્રવારે કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રાખવામાં આવી છે.

પૂર પ્રભાવિત જિલ્લામાં વહિવટીતંત્રએ એલર્ટ જાહેર કરતાં લોકોને અપીલ કરી છે કે તે પોતાના ઘરની બહાર ન નિકળે જ્યાં સુધી ખૂબ જ જરૂરી અથવા કોઇ મેડિકલ ઇમરજન્સી ન હોય. અસમ ઉપરાંત મેઘાલય અને અરૂણાચલ પ્રદેશોમાં પણ ભારે વરસાદ સામાન્ય જનજીવનને પ્રભાવિત કર્યું છે. મેઘાલયમાં ભૂસ્ખલન, અવકાશીય વિજળી પડતાં અને અચાનક પૂરથી ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.