Western Times News

Gujarati News

શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કેસ માં ભાભરની સ્કૂલમાં વિદ્યાર્થીનો આપઘાત

એક વર્ષ સુધી બાળકીની ફરિયાદ નોંધી નહી અને વહીવટી તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતા દીકરીએ આત્મહત્યા કરી

બનાસકાંઠા, બનાસકાંઠાના ભાભરની એક શાળાની બાળકીએ આત્મહત્યા કરી લીધા બાદ હવે મામલે ગરમાયો છે. જેમાં હવે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી બાળકીની ફરિયાદ નોંધી નહી અને વહીવટી તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતા દીકરીએ આત્મહત્યા કરી છે.

આ સાથે આ કેસમાં શાળાના ટ્રસ્ટીઓ સામે પણ તપાસ થવી જાેઇએ તેવું તેમણે કહ્યું છે. ઇસુદાન ગઢવીએ બાળકીનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરી છે. બનાસકાંઠામાં ૧૦ દિવસ અગાઉ ભાભરની ભાજપ નેતાની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો.

ત્યારે ધોરણ-૧૧ની વિદ્યાર્થિનીના આપઘાતનો આ મામલો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કારણ કે વિદ્યાર્થિનીના મોતના ૧૦ દિવસ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી છે. પરિવારજનોએ દાવો કર્યો છે કે, સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે ફરિયાદ લીધી.

તમને જણાવી દઇએ કે, ૧૦ દિવસ અગાઉ બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીનીએ જૂન-૨૦૨૧માં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.

સાથે છેડતીનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો વિદ્યાર્થીનીએ ઉલ્લેખ કર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી બાદ વિદ્યાર્થિની સતત તણાવમાં રહેતી હતી. તેમ છતાં પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ ન હોતી કરી.

આ મામલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા પણ ફોન નથી ઉપાડી રહ્યાં. પીડિતાના સગાએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, ભાજપ નેતાની આ સ્કૂલ હોવાથી આ મામલો દબાવવામાં આવ્યો છે. આ મામલે દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મે બધાને કીધું હતું. મામલતદારને પણ છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.