Western Times News

Gujarati News

આમિર ખાને ઘરે આપેલી પાર્ટીમાં ભેગા થયા સ્ટાર્સ

મુંબઈ, બોલિવૂડ એક્ટર આમિર ખાનની હિટ ફિલ્મ લગાન આજથી ૨૧ વર્ષ પહેલા તારીખ ૧૫ જૂન, ૨૦૦૧ના દિવસે રિલીઝ થઈ હતી. લગાનના ૨૧ વર્ષ પૂરા થતાં આમિર ખાને તેના ઘરે ફિલ્મની ટીમ સાથે સેલિબ્રેશન કર્યું હતું. ક્રિકેટ પર આધારિત ફિલ્મ ‘લગાન’ના ૨૧ વર્ષ પૂરા થતાં આમિર ખાને શાનદાર પાર્ટી આપી હતી.

આમિર ખાનના ઘર ‘મરીના’માં સ્ટાર્સ એકઠા થયા હતા. એક્ટર આમિર ખાન અને કિરણ રાવ ૨૮ ડિસેમ્બર, ૨૦૦૫માં લગ્નના બંધનમાં બંધાયા હતા.

બંનેના પ્રેમની શરુઆત ૨૦૦૧માં ફિલ્મ ‘લગાન’ના સેટ પર થઈ હતી. કિરણ રાવ આ ફિલ્મના સેટ પર ડિરેક્ટર આશુતોષ ગોવારિકરને આસિસ્ટ કરી રહી હતી. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ‘લગાન’ કિરણ રાવની પહેલી ફિલ્મ હતી. કિરણ અને આમિર વચ્ચે જ્યારે પ્રેમ પાંગરી રહ્યો હતો ત્યારે એક્ટર પહેલી પત્ની રીના દત્તાની સાથે હતો.

જાે કે, આમિરે પોતાના એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, ‘લગાન’ના શૂટિંગ સમયે કિરણ રાવ સાથે તેની સારી મિત્રતા નહોતી. જાે કે,એક કિસ્સો એવો પણ છે કે, ફિલ્મના સેટ પર આમિરે કિરણ રાવ પાસેથી ઈયરરિંગ્સ માગી હતી અને ત્યારથી તેમની વચ્ચે એક અલગ કનેક્શન જાેવા મળ્યું હતું.

કહેવામાં આવી રહ્યું હતું કે, લગાનના શૂટિંગ દરમિયાન જ આમિર ખાન અને રીના વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. વર્ષ ૨૦૦૨માં આમિરે રીનાથી અલગ થવાનો ર્નિણય લીધો હતો. આમિરે જણાવ્યું હતું કે, રીનાથી અલગ થયા બાદ તેને કિરણ તરફથી એવા સપોર્ટનો અહેસાસ થયો જેણે તે સમયે તેને ટ્રોમાવાળી સ્થિતિમાં પોતાને સંભાળવામાં મદદ કરી. ડિવોર્સના એક દિવસ બાદ કિરણે આમિરને ફોન કર્યો હતો.

ધીમે-ધીમે બંને વચ્ચે ડેટિંગ શરૂ થઈ હતી અને લગ્નના લગભગ દોઢ વર્ષ બંને લિવ-ઈનમાં રહ્યા હતા. ૨૦૦૫માં કપલે લગ્ન કર્યા હતા. ડિસેમ્બર ૨૦૧૧માં સરોગસી દ્વારા તેમના દીકરા આઝાદનો જન્મ થયો હતો. જ્યારે રીના થકી આમિને જુનૈદ અને ઈરા એમ બે બાળકો છે.

ફિલ્મ લગાનમાં મ્યુઝિક એ. આર. રહેમાને આપ્યું હતું જ્યારે ગીતો જાવેદ અખ્તરે લખ્યા હતા. આમિર ખાન અને ગ્રેસી સિંહ સ્ટારર ફિલ્મ ‘લગાન’નું કેમેરા વર્ક અનિલ મહેતાએ સંભાળ્યું હતું.

તે સમયે ૨૫ કરોડના બજેટમાં બનેલી ‘લગાન’ ફિલ્મે આશરે ૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘લગાન’ એકેડમી એવોર્ડ્‌સની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. આ સિવાય કુલ ૮ નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.