Western Times News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરા બાના પગ ધોઈને ધન્ય થયા

ગાંધીનગર, આજે પીએમ મોદી ગુજરાતમા છે, અને તેમની માતા હીરા બાનો ૧૦૦ મો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદી માતાના જન્મદિને તેમના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર રાયસણ સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. વડોદરા જવા નીકળે તે પહેલા પીએમ મોદી હીરા બાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે માતા સાથે દિવસની શુભ શરૂઆત કરી હતી.
તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતાના ચરણ પખાલ્યા હતા તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

માતાને મળવા તેઓ ખાલી હાથે પહોંચ્યા ન હતા. પણ ખાસ ભેટ લઈને ગયા હતા. તેમણે માતાને શાલ ભેટમાં આપી હતી. માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. આમ, આવુ કરીને તેઓ ધન્ય થયા હતા. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો.

પોતાની માતા વિશે પીએમ મોદીએ બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે લખ્યુ કે, મા, આ માત્ર શબ્દ નથી, પરંતુ જીવનની એ ભાવના છે, જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ અને ઘણું બધુ સમાયેલુ છે. મારી માતા, હીરા બા આજે ૧૮ જૂનના રોજ ૧૦૦ માં વર્ષે પ્રવેશ કરી રહ્યાં છે. તેમના જન્મ શતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હું મારી ખુશી અને સૌભાગ્ય વ્યક્ત કરુ છું.

વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સવારે ૬.૩૦ વાગ્યે મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો.

વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.