Western Times News

Gujarati News

આજથી શરૂ થાય છે પ્રકાશનું પર્વઃ વાઘબારસ તથા ધનતેરસ એક જ દિવસે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિવાળીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ આજથી દિવાળીનું પર્વ શરૂ થતાં ઉત્સવ ઉજવવા લોકોમાં ઉત્સાહ દેખાઈ આવે છે. સવારથી જ મંદિરોમાં ભક્તોની દર્શનાર્થે ભીડ જાવા મળી રહી છે. જમાલપુર મંદિરની બહાર ગજરાજની પણ પૂજા કરવામાં આવી હતી.

વાઘબારસથી શરૂ થતું આ પર્વને દિવસે ગાય-વાછરડાની પૂજા કરવાનું પણ અતિ મહત્ત્વ ગણાય છે. તેમજ ઘરના ઉંબરાની પૂજાનું પણ મહ¥વ હોવાનું મનાય છે. આદિવાસીઓ આજે વાઘની પૂજા કરે છે.

વાઘબારસની સાથે સાથે આજે ધન તરેસ પણ છે. ધનતેરસ એટલે લક્ષ્મીજીનો દિવસ. આજે લક્ષ્મીજીની પૂજા કરવાથી લક્ષ્મીથી પ્રસન્ન થાય છે. વેપારી વર્ગ દિપોત્સવી પર્વ ચોપડા પૂજનથી કરતા હોય છે. આજના કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડાઓનું પૂજન વિશેષ મહત્ત્વ રહેલું છે. કેટલાંક વેપારીઓ દિવાળીના દિવસે પણ ચોપડાપૂજન કરતા હોય છે. વેપારીઓનું માનવું છે કે ભલે કોમ્પ્યુટર યુગ શરૂ થયો પરંતુ જ્યાં સુધી ચોપડાપૂજન વિધિસર કરવામાં ન આવે ત્યાં સુધી ધંધામાં બરકત જાવા મળે નહીં.

ઘરોમાં પણ લોકો આજે લક્ષ્મીની પૂજા કરી, લક્ષ્મીજી પ્રસન્ન રહે તે માટે પ્રાર્થના કરતા હોય છે.  દશેરાના દિવસે જે મુહુર્ત જાવામાં આવતું નથી તેમ ધનતેરસનો દિવસ પણ સોનું, વાહન મકાન ખરીદવા માટે ઉત્તમ ગણવામાં આવે છે.
દિવાળીના પર્વમાં જેમ ખરીદીનું લક્ષ્મીપૂજનનું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ રંગબેરંગી રંગોળી આંગણામાં તથા ઘરના ઉંબરા પાસે પણ પૂરવાનું મહત્ત્વ છે. એક માન્યતા છે કે ઘરનું આંગણું તથા ઉંબરો જા રંગબેરંગી રંગોળી, સાથિયા પૂરવામાં આવે તો લક્ષ્મીજી ખુબ જ પ્રસન્ન થતા હોય છે. કાંકરીયા ખાતે આવેલ લક્ષ્મીજી માતાને સુંદર રીતે શણગાયા છે. પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સવારથી ભક્તોનીછ ભારે ભીડ જાવા મળી રહી છે.

મણીનગર વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં 60 ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી. (તસવીરઃ જયેશ મોદી, અમદાવાદ)

સોનાના ભાવમાં તેજી હોવાને કારણે લોકો શુકન પુરતું જ ખરીદી રહ્યા હોવાનું જાણવા મળે છે. ઝવેરીઓનું કહેવું છે કે ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો વેચાણમાં જાવા મળે છે. ગત વર્ષે સોનાનો ભાવ રૂ.૩ર,૦૦૦ હતો જે આજે રૂ.૩૮,૦૦૦ ઉપર છે એટલે માંગ ઘટી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.