Western Times News

Gujarati News

૨૧ જૂને મહેસાણા જિલ્લામાં થશે યોગ દિવસની ઉજવણી

 મોઢેરા ખાતે આરોગ્ય મંત્રી આપશે હાજરી

મહેસાણા, આગામી ૨૧ જૂને વિશ્વ યોગ દિવસને લઈ મહેસાણા જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે. જેમાં ૧૦ તાલુકા કક્ષાએ ૭ નગરપાલિકામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્ય મંદિર ખાતે થશે. મહેસાણા જિલ્લામાં ૨૬૩૮ સ્થળે અને જિલ્લામાં ૫.૫ લાખ લોકો યોગ કરશે.

દૂધસાગર ડેરી પ્રયોજક સંસ્થા છે મહેસાણા કલેક્ટરે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, મહેસાણા જિલ્લાના ૧૬૪૪ શૈક્ષણિક સંકુલમાં યોગ થશે. આ સાથે દરેક ઁૐઝ્ર અને ઝ્રૐઝ્રમાં અને પોલીસ હેડ ક્વાટર્સ ખાતે યોગ કાર્યક્રમ યોજાશે. મહેસાણા કલેક્ટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૫ લાખ જેટલા લોકો ૨૬૩૮ જગ્યા પર યોગ કરશે.

મોઢેરા ખાતે કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપશે. જિલ્લા કક્ષાની ઉજવણીને લઈ ૨૪૦૦ જેટલા ખેડૂત મોઢેરા આવશે.આ સમગ્ર કાર્યક્રમના પ્રયોજન તરીકે મહેસાણા દૂધસાગર ડેરી છે. દૂધસાગર ડેરી નાણાકીય ફંડ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આપશે. ઉલ્લેખનીય છે કે, ૨૪૦૦ જેટલા ખેડૂત મોઢેરા આવશે.

જેની સાથે-સાથે ડેરીના ૨૦૦ જેટલા કર્મી પણ મોઢેરા યોગ કરશે. જિલ્લામાં અન્ય સ્થળે અદાણી ફાઉન્ડેશન દ્વારા યોગ થશે.નોંધનીય છે કે, ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ ૨૧ જૂને યોગ દિવસની ઉજવણી થવાની છે. જિલ્લાના વિવિધ સ્થળે યોગના કાર્યક્રમો યોજવામાં આવશે.

જિલ્લામાં ૧૦ તાલુકા કક્ષાએ ૭ નગરપાલિકામાં યોગના અલગ-અલગ કાર્યક્રમ થવાના છે.
જિલ્લા કક્ષાના કાર્યક્રમો મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.