Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં  વિવિધ સ્થળોએ યોગ પ્રશિક્ષકો દ્વારા પૂરજોશમાં ચાલી રહેલો તાલીમ  કાર્યક્રમ 

રાજપીપલા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે. જે અન્વયે દર વર્ષે તા.૨૧ જુન, ૨૦૨૨ ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં આ સંદર્ભે ૨૧ મી જૂનના દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ પાયે  આયોજન કરાયું છે, જે અંતર્ગત તાલીમ લેવા ઇચ્છુક જાહેર જનતા માટે તા.૨૦/૦૬/૨૦૨૨ સુધી સવારે ૬.૩૦ થી ૮.૦૦ કલાક દરમિયાન તાલુકા વાઈઝ યોગની કામગીરી પૂરજોશમાં નિર્દિષ્ટ સ્થળો પર તાલીમ ચાલી રહી છે.

તદ્અનુસાર, નાંદોદ તાલુકા માટે રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામ મંડળ ખાતે યોગ પ્રશિક્ષકશ્રી ગૌરીશંકર દવે (મો.૯૭૨૭૯૯૫૪૩૧) અને શ્રી ધવલભાઈ પટેલ (મો.૮૪૨૮૪૪૪૮૬૫), તિલકવાડા તાલુકા માટે કે.એમ.શાહ હાઈસ્કુલ તિલકવાડા ખાતે યોગ પ્રશિક્ષકશ્રી કૌશિકભાઈ બારીયા (મો.૯૨૬૫૯૭૧૭૨૦) અને સુરેશભાઈ વસાવા (મો.૯૬૩૮૬૧૪૯૫૬),

ગરૂડેશ્વર તાલુકા માટે શ્રી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કુલ, ગોરા ખાતે યોગ પ્રશિક્ષકશ્રી ભૂપેન્દ્રભાઈ બી. તડવી (મો.૯૯૨૫૧૯૦૮૩૧) અને શ્રી દેવાંગભાઈ જે રાઠોડ (મો.૯૫૮૬૯૬૪૩૨૭), દેડિયાપાડા તાલુકા માટે શ્રી.એ.એન.બારોટ વિદ્યાલય દેડીયાપાડા ખાતે યોગ પ્રશિક્ષકશ્રી જીવરામભાઈ એસ. વસાવા (મો.૯૨૬૫૯૦૦૨૨૩)

અને શ્રી પરેશભાઈ વસાવા (મો.૯૯૨૫૧૮૨૦૮૭), સાગબારા તાલુકા માટે જે.કે. હાઈસ્કુલ, સાગબારા ખાતે યોગ પ્રશિક્ષકશ્રી મનુભાઈ આર. વસાવા (મો.૯૫૩૭૨૯૪૮૯૬) અને શ્રી કિશનભાઈ પી. વલવી (મો.૮૨૩૮૪૯૪૨૧૦) ના સહયોગથી ઉક્ત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંદર્ભે યોગ તાલીમ આપવામાં આવી રહી છે.

તદ્ઉપરાંત, રાજપીપલા નગરપાલિકા વિસ્તાર માટે કલરવ સ્કુલ અને રણછોડરાયજી મંદિર ખાતે યોગ પ્રશિક્ષકશ્રી યોગેશભાઈ પંચોલી (૯૪૨૭૧૫૭૦૪૫) સવારે ૬.૦૦ થી ૭.૩૦ દરમિયાન તેમજ  રાજપીપલાના ગાયત્રી મંદિર, નવધા મહિલા મંડળ ખાતે યોગ પ્રશિક્ષકશ્રી ચંદુભાઈ મારવાડી (૯૮૯૮૧૯૪૮૭૪) સાંજે ૫.૩૦ થી ૬.૩૦ કલાક દરમિયાન,

દેડીયાપાડાના ઇનરેકા સંસ્થા ટીંબાપાડા ખાતે યોગ પ્રશિક્ષક શ્રીમતી રમીલાબેન વસાવા (૯૪૨૮૧૭૫૦૨૩) દ્વારા સવારે ૬.૦૦ થી ૭.૦૦ કલાક દરમિયાન સાગબારા ખાતે રાણીપુરા ગ્રામ પંચાયત ખાતે યોગ પ્રશિક્ષકશ્રી દયારામભાઈ પાડવી (૬૩૫૩૩૬૦૦૬૯) સવારે ૭.૦૦ થી ૮.૦૦ કલાક દરમિયાન યોગ પ્રશિક્ષકો દ્વારા યોગની તાલીમ અપાઇ રહી છે.

તેમજ ઘરે યોગની તાલીમ લેવા માંગતી જાહેર જનતાએ  https://www.youtube.com/watch?v=h1OxpsDKpHM  આ યુ ટ્યુબ લિંક પરથી યોગની તાલીમ લઈ શકશે. તેમ,       જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, રાજપીપલા-નર્મદા તરફથી જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.